જેટ એરવેઝના કર્મચારીઓએ બાકી પગાર અને કટોકટી ફંડ માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને કરી અપીલ
ઘણા મહિનાની આશંકાઓ બાદ જેટ એવરેઝે 17 એપ્રિલે પરિચાલન અસ્થાયી રૂપથી રોકવાની જાહેરાત કરી હતી. બેન્કો તરફથી કટોકટી ભડોળ ન મળ્યા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ જેટ એરવેઝનું ઓપરેશન્સ ઠપ થયા બાદ રોજગાર સંકટનો સામનો કરી રહેલા જેટ એરવેઝના કર્મચારીઓએ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. કર્મચારીઓએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને બાકી વેતનની ચુકવણી કરાવવા અને વિમાન કંપનીને કટોકટી ભંડોળ અપાવવાની વાત કરી છે.
રોકટ સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે પોતાના આશરે 23 હજાર કર્મચારીઓને પગારની ચુકવણી કરી નથી. ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે 2 કર્મચારી યૂનિયને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ સપ્તાહ સોસાયટી ફોર વેલફેર ઓફ ઈન્ડિયન્સ પાયલોટ્સ SWIP) અને જેટ વિમાન જાળવણી ઇજનેરો વેલફેર એસોસિએશન (JAMEWA)એ પણ પત્ર લખીને પગાર ચુકવવાની માગ કરી છે.
એક પત્રમાં લખવામાં આવ્યું કે, અમે તમારી પાસે સ્થિતિ પર જરૂરીયાત પ્રમાણે વિચાર કરવાની અપીલ કરીએ છીએ. જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજમેન્ટને પ્રભાવિત કર્મચારીઓના વેતનની ચુકવણીનો આદેશ આપો. અમે તમને કટોકટો ભંડોળની પ્રક્રિયામાં પણ ઝડપ કરવાની અપીલ કરીએ છીએ, કારણ કે પ્રત્યેક મિનિટ અને દરેક નિર્ણય પરીક્ષાની આ ઘડીમાં મહત્વપૂર્ણ છે.
ઘણા મહિનાની આશંકાઓ બાદ જેટ એવરેઝે 17 એપ્રિલે પરિચાલન અસ્થાયી રૂપથી રોકવાની જાહેરાત કરી હતી. બેન્કો તરફથી કટોકટી ભડોળ ન મળ્યા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી.