નવી દિલ્હી: તહેવારની સીઝન શરૂ થતા પહેલા જ વિમાન ક્ષેત્રમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઇ ગઇ છે. બધી કંપનીઓ સસ્તી ટિકટ ઓફર કરી રહી છે. ગ્રાહકોને પોતાની તરફ ખેચવા માટે કંપનીઓએ તહેવારની સીઝન પહેલા જ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. એવામાં તમે પણ સસ્તી એર ટિકિટ પર મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકો છે. એવીએશન સેક્ટની 4 મોટી કંપીનીઓએ પોત-પોતાની ઓફર જાહેર કરી છે. જેમાં માત્ર દેશની યાત્રા નહીં પરંતુ વિદેશ યાત્રાની ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટ એરવેઝની મોટી ઓફર
હાલમાં જ નાણાકિય સંકટથી પ્રભાવિત જેટ એરવેઝે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. તેમણે હવાઇ સફરનું સામાન્ય ભાડાનું એક તૃતીયાંશ દર ઓછો કરી નાખ્યો છે. કંપનીએ આ ઓફર 25 લાખ સીટો પર આપી છે. આ ઓફર દેશ અને વિદેશ યાત્રા બંને પર મળી શકે છે. આ સાથે ઇકોનોમી અને બિઝનેસ બંને ક્લાસ માટે યાત્રી ઓફરના અંર્તગત ટિકિટ બુક કરાવી શકે છે. ઓફરની અંર્તગત 10 સ્પ્ટેમ્બર પછી યાત્રા કરી શકો છો. ખાસ વાત તો એ છે કે ઓફરની અંર્તગત ટિકિટ કોઇપણ માધ્યમ દ્વારા બુક કરાવી શકો છો. તેના માટે 7 સપ્ટેમ્બર સુધીમાં ટિકિટ બુક કરાવવાની રહશે. કંપનીની એપ અને વેબસાઇટથી બુકિંગ કરાવવા પર ફાયદો 9 સપ્ટમ્બર સુધીમાં મળી શકે છે.


એર એશિયાએ પણ આપી ઓફર
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે એર એશિયાની સસ્તી હવાઇ ટિકિટની ઓફર આપી રહ્યું છે. જેમાં ઘરેલુ યાત્રા માટે 999 રૂપિયા અને વિદેશ યાત્રા માટે 1399 રૂપિયાથી શરૂઆતી કિંમત આપવી પડશે. ઓફર માત્ર 8 સપ્ટેમ્બર સુધી ચાલુ રહશે. ટિકિટની બુકિંગ ફેબ્રુઆરી 2019થી નવેમ્બર 2019ની વચ્ચે યાત્રા માટે કરાવી શકાશે. જેમાં ચેન્નાઇ, બેંગલુરૂ, કોચ્ચી, વિશાખાપટ્નમ, હૈદરાબાદ, ભુવનેશ્વર, નવી દિલ્હી, શ્રીનગર, કોલકાતા, જયપુર, અમૃતસર, ચંડીગઢ, રાંચી, પુણે, નાગપુર, સુરત, ઇન્દોર, ગોવા, ગુવાહાટી, ઇમ્ફાઇ અને બાગડોગરા સોમેલ છે. જોકે વિદેશ યાત્રા માટે કુઆલાલુંપુર, બેન્કોક, ક્રોબી, સિડની, ઓકલેન્ડ, મેલબર્ન, સિંગાપુર, બાલી માટે ટિકિટ બુક કરાવી શકાય છે.


ઇંડિગોએ શરૂ કરી સેલ
સસ્તી ટિકિટ ઓફર કરનારી વધુ એક એરલાઇન્સ ઇંડિગોએ પણ સસ્તી ટિકિટની ઓફર આપી રહ્યું છે. ઓફરની અંર્તગત 10 લાખ સીંટો બુંકિગ કરાવી શકે છે. કંપનીની આ ઓફર માત્ર 999 રૂપિયાથી શરૂ થાય છે. ઇંડિગોની આ ઓફર 6 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. જેના અંર્તગત યાત્રી 18 સપ્ટેમ્બર પછી યાત્રા કરી શકે છે. યાત્રાની અવધી 30 માર્ચ 2019 સુધી માન્ય ગણાશે. પરંતુ ટિકિટ 6 સપ્ટેમ્બર સુધીમાં બુક કરાવવાની રહેશે. ઓફરનો લાભ મેળવવા શીવાય કેશબેકનો પણ ફાયદો ઉઠાવી શકાય છે. યાત્રા મોબિક્વિક એપથી ટિકિટી બુકિંગ કરાવી 20 ટકા કેસબેકનો ફાયદો ઉઠાવી શકે છે.


1099માં કરો ગો એર સાથે યાત્રા
સસ્તી ટિકિટ ઓફર કરનારી કંપનીઓમાં સામેલ ગો એર પણ ઓફર આપી રહ્યું છે. જોકે, આ ઓફર માત્ર 5 સપ્ટેમ્બર સુધી છે. ઓફરના અંર્તગત માત્ર 1099 રૂપિયામાં યાત્રી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. જેમાં સપ્ટેમ્બર 2018થી લઇ 31 માર્ચ 2019 સુધી યાત્રા કરી શકાય છે. ટુકા સમય માટે આપવામાં આવેલી આ ઓફરમાં લીમીટેડ સીટો જો અવેલેબલ છે.