મુંબઇ: આર્થિક મુશ્કેલીઓ સાથે જોડાયેલી જેટ એરવેઝે પોતાના પાયલોટ, એન્જિનિયરો અને સિનિયર મેનેજમેન્ટને ઓગસ્ટ મહિનાનો બાકી પગાર ચૂકવી દીધો છે, પરંતુ તેમને કહેવામા આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના પગાર માટે રાહ જોવી પડશે. વિમાન કંપનીના કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો 50 ટકા પગાર 26 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસાની અછતના કારણે એરલાઇન તે પગારમાંથી માત્ર અડધો પગાર જ આપી શકી છે. બાકીનો પગારની ચૂકવણી ઓક્ટોબરમાં કરવાનો હતો, જે કંપનીએ કર્યો છે.


નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડયેલી જેટ એરવેઝના એક પાયલોટે જણાવ્યું હતું કે તેમને મંગળવારે તેમના પગારના 25 ટકા રમક મળી ગઇ અને આ ચૂકવણઈ સાથે એરલાઇનસે ઓગસ્ટ મહિનાનો પગાર પુરા આપી દેવામાં આવ્યો છે. પરંતુ સપ્ટેમ્બર મહિનાનો પગાર હજુ આપવામાં આવ્યો છે.



જેટ એરવેઝના ચીફ પીપુલ ઓફિસર (સીપીઓ) રાહુલ તનેજાએ પાયલોટ, એરક્રાફ્ટ જાળવણી એન્જિનિયરો અને સિનિયર મેનેજમેન્ટ ટીમને કહ્યું હતું કે મંગળવારે ઓગસ્ટ 2018 મહિનાનો બાકી પગાર ચૂકવી દીધો છે, પરંતુ સપ્ટેમ્બર 2018ના પગારમાં વાર લાગશે. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાનો પગાર ટૂંક સમાયમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


કંપનીના માથે 30 કરોડ ડોલરનું દેવું
રોકડ કટોકટીથી વિમાન કંપનીને ઓગસ્ટના છેલ્લા અઠવાડીયામાં રાહત આપવા માટે પટ્ટા પર એડવાન્સ પ્રમોશન અને બેંકો પાસેથી લીઝના રૂપમાં 30 કરોડ ડૉલર (રૂ. 2,100 કરોડ)ની રોકડ પ્રાપ્ત થઇ હતી. કંપનીને જૂનમાં અંત ક્વાર્ટરમાં 1,300 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. તેની સાથે કંપનીએ કહ્યું હતું કે તે બે વર્ષમાં 15 ટકા સુધી ખોટા ઇંધણનો ખર્ચ બચાવશે તેથી કંપનીને સતત થઇ રહેલા નુકસાનથી બહાર લાવી શકાય.