નવી દિલ્હી: રિલાયન્સ AGMની 42મી બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જિયોના સબ્સક્રાઇબર્સની સંખ્યા 34 કરોડને પાર કરી ગઇ છે. ગત નાણાકીય વર્ષ (2018-19)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે નફો કમાવનારી કંપની બની હતી. તેમણે કહ્યું કે, વર્માનમાં સબ્સક્રાઇબર્સ, પ્રોફિટ અને રેવેન્યૂના આધાર પર જિયો દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેમણે કરી કેટલીક મહત્વની જાહેરાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio GigaFiber, 5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા


આ બેઠકની 10 મહત્વની જાહેરાત
1. મોસ્ટ અવેટેડ Jio GigaFiber 5 સપ્ટેમ્બર 2019ના રોજ લોન્ચ થશે. અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ તેના માટે નોંધણી કરાવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમે 1600 શહેરોમાં 2 કરોડ લોકો સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા છીએ.


2. જિયો ગીગા ફાઇબરનો પ્લાન 700 રૂપિયાથી લઇને 10000 રૂપિયા સુધીનો હશે.


3. Jio GigaFiberની ઓછામાં ઓછી સ્પીડ 100 Mbps હશે અને તેની વધુમાં વધુ સ્પીડ 1000Gbps સુધી હશે.


4. જિયોએ ઇન્ટરનેશનલ કોલિંગને સસ્તુ કરવા માટે અનલિમિટેડ ઇન્ટરનેશનલ કોલિંગ પ્લાન લોન્ચ કર્યો છે. હવે જિયો કસ્ટમર્સ 500 રૂપિયામાં એક મહીના માટે અમેરિકા અને કેનેડા ફ્રિમાં વાત કરી શકો છો.


5. જિયો ફાઇબર કસ્ટમર્સને HD/4K LED TV અને સેટઅપ બોક્સ લોન્ચ ઓફરના રૂપમાં ફ્રીમાં મળશે.


6. 2020માં પ્રીમિયમ જિયો ફાઇબર કસ્ટમર્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તેમના ઘરોમાં જોઇ શકશે.


7. ઇન્ટરનેશનલ પ્લાન ઉપરાંત ફિક્સ્ડ લાઇન ઇન્ટરનેશનલ કોલને પણ લોન્ચ કરી છે. તેના કારણે કોઇ પણ દેશમાં કોલ કરવો ઘણો સસ્તો થઇ જશે.


8. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને વોઇસ અથવા ડેટા માટે ચાર્જ લેશે. ગ્રાહકો પાસેથી બંને ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. વોઇસ કોલ હવે સંપૂર્ણપણે મફત હશે.


9. સ્ટાર્ટઅપ્સ માટે જિયોએ ફ્રિ ક્લાઉડ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમને 1500 રૂપિયા મહિલાના ખર્ચ પર હાઇ સ્પીડ કનેક્ટિવિટી મળશે.


10. મુકેશ અંબાઇએ સ્ટાર્ટઅપ્સ માટે કેટલીક જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે તેઓ 14 ટેક્નોલોજી સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યાં છે.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...