Reliance Industries Share: જો તમારી પાસે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તો આ સમાચાર  તમને ખુશખુશાલ કરી નાખશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ (JFSL)નું ડીમર્જર (અલગ) થયા બાદ યોગ્ય રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં JFSL ના શેર ક્રેડિટ કરવામાં આવ્યા છે. જો કે જે રોકાણકારોના એકાઉન્ટમાં જિયો ફાઈનાન્શિયલના શેર ક્રેડિટ થયા છે તેઓ હાલ તેમનું ટ્રેડિંગ કરી શકશે નહીં. કારણ કે જિયો ફાઈનાન્શિયલ હજુ લિસ્ટિંગ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 જુલાઈ હતી નિર્ધારિત રેકોર્ડ ડેટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝના ડીમર્જ માટે 20 જુલાઈની રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. આવામાં જે પણ રોકાણકારો પાસે 20 જુલાઈ 2023 સુધીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ના શેર હતા, તેમના ડીમેટ એકાઉન્ટમાં જિયો ફાઈનાન્શિયલના શેર ક્રેડિટ કરવામાં આવ્યા છે. રેકોર્ડ ડેટ પર જે રોકાણકારો પાસે RIL ના જેટલા શેર હતા તેમને એટલા જ જિયો ફાઈનાન્શિયલના શેર આપવામાં આવ્યા છે. 


28 ઓગસ્ટના રોજ થઈ શકે છે લિસ્ટિંગની જાહેરાત
સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદ જ JFSL ના શેરનું ટ્રેડિંગ થઈ શકશે. તેનું લિસ્ટિંગ ક્યારે થશે તેને લઈને કંપની તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે 28 ઓગસ્ટ 2023 ના રોજ થનારી એજીએમમાં જિયો ફાઈનાન્શિયલના શેરના લિસ્ટિંગની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થયેલા જિયો ફાઈનાન્શિયલના શેરની પ્રાઈઝ 261.85 રૂપિયા નક્કી થયો છે. 


શેર પ્રાઈઝ ડિસ્કવર કરવા માટે 20 જુલાઈના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકનું સ્પેશિયલ ટ્રેડિંગ થયું હતું. આ દરમિયાન જેએફએસએલના શેર 273 રૂપિયા પર સેટ થયો હતો. બીએસઈ પર આ શેર 261.85ના મૂલ્ય પર સેટલ થયો. આમ રોકાણકારો જેમને આરઆઈએલ તરફથી જિયો ફાઈનાન્શિયલના શેર અપાયા છે તેઓ શેર બજારમાં તેના લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube