નવી દિલ્હી : પોતાના ગ્રાહકો માટે સસ્તા પ્લાન આપવા માટે જાણીતી રિલાયન્સ જીયો (Reliance Jio) હવે વધુ એક ધમાકેદાર ઓફર લાવ્યું છે. પ્રી-પેડ માર્કેટમાં ધૂમ મચાવ્યા બાદ હવે રિલાયન્સ જિયોએ હવે પોસ્ટ પેડ માર્કેટમાં પણ સસ્તો પ્લાન રજૂ કર્યો છે. એવામાં આશા એ જોવાઇ રહી છે કે પોસ્ટ પેડ બાદ હવે પ્રી પેડમાં પણ વિવિધ કંપનીઓ વચ્ચે સસ્તા ટેરીફ માટે સ્પર્ધા જામશે. જીયોએ અન્ય ટેલીકોમ કંપનીઓથી અંદાજે અડધા દરે પોસ્ટપેડ પ્લાન શરૂ કર્યો છે. સાથોસાથ આ પ્લાનમાં વધુ ડેટાની પણ ઓફર આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું તો શું થયું કે, ફ્લિપકાર્ડના કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા


15 મેથી શરૂ થશે નવી સુવિધા
રિલાયન્સ જિયોએ ફરી એકવાર ગ્રાહકો માટે 199 રૂપિયામાં પ્રતિ મહિનાનો પોસ્ટપેડ પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન 15 મેથી શરૂ થશે. જેમાં ગ્રાહકોને 25 જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં ઇન્ટરનેશનલ કોલ માટે 50 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગશે. તો ઇન્ટરનેશનલ રોમિંગ માટે માત્ર 2 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવાના રહેશે. આ પ્લોનમાં રોજ ડાટા યૂઝ કરવાની કોઇ લિમિટ નથી રાખવામાં આવી. 


ત્રણ કંપનીઓ આપે છે 20 GB ડેટા
જિયોના પોસ્ટપેડ પ્લાનથી બજારમાં ધમાકો મચી ગયો છે. જોકે હાલની વાત કરીએ તો ત્રણ કંપનીઓ દ્વારા 20 જીબી ડાટા ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે. એરટેલનો 399 રૂપિયા અને વોડાફોનના પ્લાનની કિંમત પણ 399 રૂપિયા છે અને આઇડિયા પોસ્ટપેડ પ્લાનની કિંમત 389 રૂપિયા છે. ત્રણેય કંપનીઓ પોતાના ગ્રાહકોને 20 જીબી ડેટા આપી રહી છે. સાથોસાથ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા આપી રહી છે. એવામાં જાણકારોનું માનવું છે કે રિલાયન્સ જિયોનો આ પોસ્ટપેડ પ્લાન વધુ ફાયદારૂપ અને અસરકાર છે. જે ગ્રાહકોને વધુ પસંદ આવી શકે છે. 


કંપનીઓ માટે ફરી એકવાર પડકાર
રિલાયન્સ જિયોના આ પ્લાનથી ફરી એકવાર હરીફ કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થશે. જીયો દ્વારા રજૂ કરાયેલા આ પ્લાન બાદ કંપની તરફથી કહેવાયું કે, ઓછા દરના આ પ્લાન સાથે જીયો પોસ્ટપેડ ગ્રાહકોને વધુ પસંદ આવશે. જેનાથી ફરી એકવાર ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં અન્ય કંપનીઓને ચેલેન્જનો સામનો કરવો પડશે. તમને જણાવીએ કે કંપનીઓ પ્રી પેડ ગ્રાહકોની સરખામણીએ પોસ્ટપેડ ગ્રાહકો વધુ પસંદ કરે છે અને એમના થકી વધુ રેવેન્યૂ મેળવે છે. એક પ્રી પેડ ગ્રાહક સરેરાશ 150 રૂપિયા પ્રતિ મહિનાથી રેવેન્યૂ ચૂકવે છે. જ્યારે પોસ્ટ પેડ ગ્રાહક પાસેથી સરેરાશ 500 રૂપિયા રેવેન્યૂ પ્રાપ્ત કરે છે. 


ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું માનવું છે કે, જિયો 199 પ્લાનમાં ટેરિફ પ્રી પેડ યૂઝર્સને મળવા જેવા જ હશે. 199 રૂપિયામાં પ્રતિ મહિનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. હાલમાં એરટેલ, વોડાફોન અને આઇડિયા તરફથી ઇન્ટરનેશનલ રોમિંગ માટે અલગથી મહિને 149 રૂપિયાનું પેક આપવામાં આવે છે. 


પ્લાનમાં શુ છે ખાસ? 
- અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 25 GB ડેટા
- ઇન્ટરનેશનલ કોલ 50 પૈસા પ્રતિ મિનિટ
- ઇન્ટરનેશનલ રોમિંગમાં વોઇસ કોલ 2 રૂપિયા પ્રતિ મિનિટ
- ઇન્ટરનેશનલ રોમિંગ દરમિયાન પ્રતિ મેસેજ 2 રૂપિયા
- રોમિંગમાં 2 એમબી ડાટા માટે 2 રૂપિયા આપવાના રહેશે.