Jio Phone Next: રિલાયન્સ જિયો પોતાના બજેટ સ્માર્ટફોન JioPhone Next માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. રિલાયન્સે આ વર્ષની શરૂઆતમાં પોતાની 44મી રિલાયન્સ એજીએમમાં આ ડિવાઈસની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે તે દુનિયાનો સૌથી સસ્તો 4જી સ્માર્ટ ફોન હશે. જે ઈન્ડ્રોઈડના ખાસ વર્ઝન પર ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે લોન્ચ
રિલાયન્સે પોતાની એજીએમમાં જણાવ્યું હતું કે JioPhone Next ગણેશ ચર્તુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. 


શું હશે કિંમત
રિલાયન્સે હજુ સુધી પોતાના JioPhone Next ની કિંમત તો નથી જણાવી પરંતુ કહ્યું છે કે આ સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. દાવો કરાઈ રહ્યો છે કે તેની કિંમત 3000ના પ્રાઈસ ટેગની આસપાસ હશે. તેની વાસ્તવિક કિંમત માટે તો આપણે રિલાયન્સની અધિકૃત જાહેરાતની રાહ જોવી પડશે. 


Taliban એ સત્તા પર આવતા જ પાકિસ્તાનને આપ્યો જોરદાર ઝટકો, કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન


શું છે ફીચર્સ
રિલાયન્સ જિયો અને ગૂગલના સહયોગથી બની રહેલો આ ફોન 10 સપ્ટેમ્બરે લોન્ચ થવાનો છે. પરંતુ લોકોમાં આ ફોનના ફીચર્સને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફોન ક્વોલકોમ 215(Qualcomm 215) સાથે આવશે. જેમાં એન્ટ્રી લેવલનું 1.3GHz પ્રોસેસર હશે. તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે. 


એવો પણ દાવો કરાયો છે કે આ ફોન 2જીબી કે 3 જીબી રેમની સાથે આવી શકે છે. ફોનમાં 16જીબી કે 32જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ અપાઈ શકે છે. ફોનમાં 2,500 mAh ની બેટરી હોઈ શકે છે. 


Online ફૂડ ઓર્ડર કરનારા...એકવાર જોઈ લો આ Video, ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ


એવો પણ દાવો થઈ રહ્યો છે કે તે Android 11 (Go Edition)ને સપોર્ટ કરશે. રિલાયન્સે પહેલા જણાવ્યું છે કે JioPhone Next ડિવાઈસ 4જી કનેક્ટિવિટી સાથે આવશે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ, એક્સ્ટ ટુ સ્પીચ ક્ષમતાઓ, ભાષા અનુવાદ, એઆર ફિલ્ટરવાળો એક સ્માર્ટ કેમેરા અને ઘણું બધુ સામેલ હશે. 


કેમેરા એપને Google અને Jio દ્વારા મળીને તૈયાર કરાઈ છે અને તે નાઈટ મોડ, એચડીઆર ઈન્હેન્સમેન્ટ અને સ્નેપચેટ એઆર ફિલ્ટર જેવી સુવિધાઓ સાથે આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube