નવી દિલ્હીઃ JITF Infralogistics ના સ્ટોકે પોતાના રોકાણકારોને છેલ્લાં છ મહિનામાં 301 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એટલે કે આ સમયમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોના એક લાખ રૂપિયાને 401000 રૂપિયા પરિવર્તિત કરી દીધા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે 147.30 રૂપિયાથી ઉછળીને 403.75 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયમાં સ્ટોકે 174.10 ટકાની ઉડાન ભરી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે 6575.99 ટકાની મોટી છલાંગ લગાવી છે. 22 જૂન 2020ના આ સ્ટોક 6.65 રૂપિયા પર હતો. ત્રણ વર્ષ પહેલા કોઈએ તેમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે એક લાખના 66 લાખ રૂપિયાથી વધુ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ આ સ્ટોક 5 ટકાની અપર સર્કિટની સાથે 423.90 પર પહોંચી ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં સતત અપર સર્કિટની સાથે શેરના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સ્ટોકે 174 ટકાની ઉડાન ભરી છે. છ મહિનામાં તેમાં 301 ટકા અને આ વર્ષે અત્યાર સુધી 263 ટકાનો વધારો થયો છે. તેનો 52 સપ્તાહનો હાઈ 423.90 છે જે આજે બન્યો છે અને લો 77.50 રૂપિયા છે. 


આ પણ વાંચો- સોનામાં આજે જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ થઈ ખુબ સસ્તી, ખાસ જાણો લેટેસ્ટ રેટ


નોંધનીય છે કે કંપનીને સતત ચોથા ક્વાર્ટરમાં 20.08 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. 3 વર્ષના રેવેન્ટૂ સીએજીઆરને પાછળ છોડતા કંપનીએ 28.95 ટકા વાર્ષિક રેવેન્યૂ ગ્રોથે તેના ત્રણ વર્ષના સીએજીઆર 23.2 ટકાને પાછળ છોડી દીધો છે. 


જો શેર હોલ્ડિંગની વાત કરીએ તો તેમાં પ્રમોટરોની ભાગીદારી 63.02 ટકા છે. તેમાંથી 3.86 ટકા સ્ટોક બંધક છે. ફોરેન ઈન્વેસ્ટર્સની ભાગીદારી પણ તેમાં 4.31 ટકા છે. ઘરેલૂ એન્કર ઈન્વેસ્ટરોની ભાગીદારી 0.02 ટકા અને અન્યની 32.64 ટકા છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં માત્ર સ્ટોકના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ ખરીદીની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube