Income Tax: નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!
Budget 2023 Expectations: આટલા લાખ ઉપર પગાર હશે તો પણ તમારે ઈનકમ ટેક્સ નહીં ભરવો પડે. જાણી લેજો આ નવા નિયમો. નોકરિયાત વર્ગ માટે આ સમાચાર ખુબ જ ખુશખબર આપનારા છે. તમને જણાવી દઈએ કે હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર સરકાર દ્વારા કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી.
Budget 2023 Expectations Income Tax: નવા વર્ષની શરૂઆત સાથે જ આગામી બજેટને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ બજેટ રજૂ કરે તેવી અપેક્ષા છે. આવકવેરા ભરનારાઓને આ બજેટથી ઘણી આશાઓ છે. પગારદારોને આશા છે કે મોદી સરકાર તરફથી કરદાતાઓને રાહત આપવાની સાથે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવશે.
હાથ પર ખર્ચ કરવા માટે વધારે રૂપિયા હશે-
IANS રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો સરકાર દ્વારા આ પગલું લેવામાં આવશે તો લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. તેનાથી આવનારા સમયમાં વપરાશને પ્રોત્સાહન મળશે, જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા છે. આ પગલું રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
સુપર સીનિયર સિટીઝન નાગરિકો માટે 5 લાખ સુધીની છૂટ-
તમને જણાવી દઈએ કે હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર સરકાર દ્વારા કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી. 60 વર્ષથી 80 વર્ષની વય જૂથના સીનિયર સીટિઝન નાગરિકોને ત્રણ લાખ રૂપિયાની આવક સુધી આ છૂટ મળે છે. તે જ સમયે, 80 વર્ષથી ઉપરના સુપર સીનિયક સીટિઝન નાગરિકો માટે મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા છે.
21 નવેમ્બરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રી-બજેટ પરામર્શ શરૂ કર્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડ અને ઉચ્ચ અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. આ દરમિયાન આવકવેરા મુક્તિ મર્યાદા વધારવા પર પણ ચર્ચા થઈ હતી. આ સિવાય આ વખતે 80C હેઠળ ઉપલબ્ધ રોકાણની મર્યાદા પણ વધારી શકાય છે.