જૂનમાં ખૂલશે નોકરીઓના દ્વાર, 22% વધી કર્મચારીઓની માંગ, આ સેક્ટર્સમાં તક
નવી નોકરી મેળવવા માટે જૂન મહિનામાં કોઇ વરદાનથી કમ નથી. એવો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. તમને જણાવી દઇએ કે જૂન 2022 માં જોબ માટે ભરતીની પ્રક્રિયામાં 22 ટકા વાર્ષિક ઉછાળો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે સૌથી વધુ વધારો ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં થયો છે.
Job Opportunities in June: નવી નોકરી મેળવવા માટે જૂન મહિનામાં કોઇ વરદાનથી કમ નથી. એવો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. તમને જણાવી દઇએ કે જૂન 2022 માં જોબ માટે ભરતીની પ્રક્રિયામાં 22 ટકા વાર્ષિક ઉછાળો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે સૌથી વધુ વધારો ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં થયો છે. આ ઉપરાંત ફ્રેશર્સ માટે પણ આ મહિનો ફાયદાકારણ સાબિત થયો.
રિપોર્ટમાં સામે આવી આ વાત
નોકરી જોબસ્પીક ઇંડેક્સના એક રિપોર્ટ અનુસાર ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ફ્રેશર્સની માંગ 158 ટકા, રિટેલમાં 109 ટકા, ઇંશ્યોરેન્સ સેક્ટરમાં 101 ટકા, એકાઉન્ટ ફાઇનેંસમાં 95 ટકા અને એજ્યુકેશનમાં 70 વધી છે. આ પ્રકારના અનુભવી કર્મચારીઓની હાયરિંગમાં પણ વધારો થયો છે. ઇંડસ્ટ્રી, ટ્રાવેલ અને હોસ્પિટાલિટીમાં જૂન 2021 ના મુકાબલે જૂન 2022 માં હાયરિંગ એક્ટિવિટીમાં 125 ટકાનો ઉછાળો આવ્યો છે. રિટેલ સેક્ટરમાં 75 ટકાનો વધારો થયો છે તો BFSI માં 58 ટકાનો વધારો નોંધાયો છે.
આ સેક્ટરોમાં વધી રોજગારીની તકો
બિઝનેસ સ્ટાડર્ડમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ઇંશ્યોરેન્સ સેક્ટરમાં પણ વાર્ષિક આધારે રોજગારની માંગમાં 48 ટકા, શિક્ષણમાં 47 ટકા, રિયલ એસ્ટેટમાં 46 ટકા, ઓટોમાં 37 ટકા અને ઓઇલ એન્ડ ગેસમાં 36 ટકાનો વધારો થયો છે.
આ સેક્ટર્સમાં નથી થયો બિલકુલ વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે ટેલીકોમ, ફાર્મા અને બાયોટેકમાં હાયરિંગ એક્ટિવિટીઝ સ્થિર રહી છે.
આ શહેરોમાં સૌથી વધુ રોજગારની તકો
આ રિપોર્ટ અનુસાર આ વાતનો ઉલ્લેખ છે કે સૌથી વધુ હાયરિંગ એક્ટિવિટીઝ મુંબઇમાં નોંધાઇ છે. વાર્ષિક આધારે મુંબઇમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કલકત્તામાં જૂન 2022 માં જૂન 2021 ના મુકાબલે હાયરિંગ એક્ટિવિટીઝ 29 ટકા, દિલ્હીમાં 29 ટકા, ચેન્નઇમાં 21 ટકા, બેંગ્લોરમાં 17 ટકા, પૂણેમાં 15 ટકા અને હૈદરાબાદમાં 11 ટકા વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube