નવી દિલ્હીઃ જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તૈયાર રહેજો. આ વર્ષનો પ્રથમ આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. વર્ષનો પ્રથમ આઈપીઓ લાવનારી કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશન છે. એટલે કે વર્ષ 2024નો પ્રથમ આઈપીઓ એક ગુજરાતી કંપની લાવી રહી છે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 જાન્યુઆરી 2021ના ખુલશે અને 11 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. જ્યોતિ સીએનસી ઓટોમેસનનો પબ્લિક ઈશ્યૂ કુલ 1000 કરોડ રૂપિયાનો છે. કંપનીએ હજુ પ્રાઇઝ બેન્ડનો ખુલાસો કર્યો નથી. કંપનીનો આ સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓ ખુલતા પહેલા 60 રૂપિયાનો ફાયદો
જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ (Jyoti CNC Automation IPO)હજુ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો નથી. પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે. આઈપીઓના શેરનું એલોટમેન્ટ 12 જાન્યુઆરી 2024ના ફાઈનલ થશે. તો કંપનીના શેર 16 જાન્યુઆરી 2024ના બજારમાં લિસ્ટ થશે. 


આ પણ વાંચોઃ 100 રૂપિયાનો શેર 199.50 પર થયો લિસ્ટ, એક દિવસમાં ડબલ થઈ ગયા ઈન્વેસ્ટરોના રૂપિયા


કંપનીનો બિઝનેસ
જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ (Jyoti CNC Automation)ની શરૂઆત જાન્યુઆરી 1991માં થઈ હતી. કંપની CNC મશીનોની ઉત્પાદક અને સપ્લાયર છે. કંપની ભારત આધારિત છે અને CNC મશીનોમાં નિષ્ણાત છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં CNC ટર્નિંગ સેન્ટર્સ, CNC ટર્નિંગ-મિલિંગ સેન્ટર્સ, CNC વર્ટિકલ મશીનિંગ સેન્ટર્સ, CNC હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. કંપનીના ગ્રાહક આધારમાં ISRO, Turkish Aerospace, Uniparts India, Tata Advances Systems, Bharat Forge, Shakti Pumps (India), Shriram Aerospace & Defence, Rolex Rings, Harsha Engineers, Bosch Limited નો સમાવેશ થાય છે. 30 જૂન, 2023 સુધીના ડેટા અનુસાર, ભારતમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 4400 મશીનોની છે. તે જ સમયે, ફ્રાન્સ પાસે વાર્ષિક 121 મશીનોની ક્ષમતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube