1 વર્ષમાં 200% વધી ગયો આ શેર, રોકાણકારો માલામાલ, ત્રણ ગણી વધી સંપત્તિ
KDDL Share News : ભારતીય શેર બજારમાં એવી ઘણી કંપની હાજર છે, જેણે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો કરી દીધો છે. ઓછા સમયમાં સારૂ રિટર્ન આપનારી કંપનીઓમાં એક કંપની KDDL લિમિટેડ પણ છે.
નવી દિલ્હીઃ KDDL લિમિટેડના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 23 નવેમ્બર 2022ના 949.50 રૂપિયાથી વધી 23 નવેમ્બર 2023ના 2921.30 રૂપિયા પર પહોંચી ગયા છે. આ એક વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં લગભગ 200 ટકાનો ગ્રોથ છે. એક વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 3 લાખ થઈ ગઈ હોત.
Q2FY24 માં કંપનીએ પોતાના શુદ્ધ લાભમાં 382.02% નો વધારો નોંધ્યો છે. તેનાથી તે 32.44 કરોડ રૂપિયા રહ્યો જે પાછલા વર્ષના સમય ક્વાર્ટરમાં 6.73 કરોડ રૂપિયા હતો. કંપનીનું શુદ્ધ વેચાણ Q2FY24 માં 30.59% વધી 339.70 કરોડ રૂપિયા થઈ ગયું. જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 260.13 કરોડ રૂપિયા હતું.
KDDL બ્રાન્ડનું નામ Eigen બ્રાન્ડના નામ હેઠળ ઘડિયાળના કંપોનેન્ટ્સની સાથે-સાથે એન્જિનિયરિંગ સામાનોનું નિર્માણ કરે છે. કંપની ભારત અને સ્વિત્ઝર્લેન્ડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડાયલ્સ અને હાથની ઘડિયાળ નિર્માતાઓ માટે એક મુખ્ય સપ્લાયર છે. KDDL ની પોતાની સહાયક કંપની Pylania SA & Estima AG ના માધ્યમથી સ્વિત્ઝર્લેન્ડમાં હાજરી છે.
આ પણ વાંચોઃ 1 શેર પર 2 બોનસ શેર આપી રહી છે આ કંપની, 6 મહિનામાં પૈસા ડબલ, લાગી રહી છે અપર સર્કિટ
આજે આ શેર 3037.95 રૂપિયા પર ખુલ્યો હતો. તે 3037.95 રૂપિયાના હાઈ અને 2918.45 રૂપિયાના લો લેવલ સુધી ગયો હતો. આ શેર વર્તમાનમાં 292445 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકનો 52 વીક હાઈ 3110 રૂપિયા અને 52 વીક લો 936 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube