નવી દિલ્હીઃ KEI Industries Ltd: કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક 21 ઓગસ્ટ 2022ના 398.55 રૂપિયા પર બંધ હતો અને આજે બીએસઈ પર 2592 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયો. એટલે કે ત્રણ વર્ષમાં આશરે 550 ટકા રિટર્ન આપ્યું છે. બે વર્ષ અને એક વર્ષના સમયગાળા દરમિયાન આ સ્ટોક ક્રમશઃ 261 ટકા અને 85 ટકા વધ્યો છે. તેની તુલનામાં સેન્સેક્સ ત્રણ વર્ષમાં 69.53 ટકા ઉછળ્યો છે. તાર અને કેબલ નિર્માતાનો સ્ટોક 29 ઓગસ્ટ 2022ના 1350.70 રૂપિયાના વાર્ષિક નિચલા સ્તર અને 19 જુલાઈ 2023ના 2812.20 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના શેરની સ્થિતિ
વર્તમાન સત્રમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર બીએસઈ પર 2544.85 રૂપિયાના પાછલા બંધ સ્તરના મુકાબલે 1.85 ટકા વધી 2592 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા. કંપનીનું માર્કેટ કેપ વધીને 23,271.45 કરોડ રૂપિયા થઈ ગયું છે. તકનીકી સંદર્ભમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝની રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 61 પર છે, જે દર્શાવે છે કે સ્ટોક ન તો ઓવરસોલ્ડ છે અને ન ઓવરબોટ છે. સ્ટોકનો એક વર્ષનો બીટા 0.6 છે, જે આ સમય દરમિયાન ખુબ ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસમાં મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ ગજબની છે આ 4 સરકારી રિટાયરમેન્ટ સ્કીમ, મળશે 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન


જૂન ક્વાર્ટરનું પરિણામ
જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ પાછલા વર્ષના 103.76 કરોડ રૂપિયાના મુકાબલે 121.38 કરોડ રૂપિયા રહ્યો. 30 જૂન 2023ના સમાપ્ત પ્રથમ ક્વાર્ટરમાં રેવેન્યૂ વધી 1790.90 કરોડ રૂપિયા થઈ ગયું, જે એક વર્ષ પહેલા 1568.94 કરોડ રૂપિયા હતું. જૂન 2023 ક્વાર્ટરમાં કર પૂર્વ લાભ 16.42 ટકા વધી 163 કરોડ રૂપિયા થઈ ગયો, જે જૂન 2022ના ક્વાર્ટરમાં 140 કરોડ રૂપિયા હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube