નવી દિલ્હી: કેરલમાં આવેલા પૂર સામે ઝઝૂમી રહેલા સ્થાનિક લોકોની ચિંતા હાલમાં આખો દેશ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય અનુસાર પૂર પીડિતોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ કડીમાં હવે વિસ્તારા એરલાઇન્સ પણ આગળ આવી છે. વિસ્તારા એરલાઇન્સે જાહેરાત કરી છે કે પૂર પીડિતોની મદદ માટે કેરલ જનારા લોકોને મફત એર ટિકીટ આપવામાં આવશે. કેરલમાં બચાવ અને રાહતનું મિશન પુરૂ થયા બાદ વાપસી પણ ટિકીટ પણ મફત આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસ્તારા એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પૂર પીડિતોની મદદ માટે કેરલ જવા માટે ઇચ્છુક લોકોને એરલાઇન્સ નિ:શુલ્ક એર ટિકીટની સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ હેઠળ ડોક્ટર, નર્સ, ડિઝાસ્ટર મેનેજમેંટ એક્સપર્ટ, વોલેંટિયર, માન્યતા પ્રાપ્ત સંસ્થા અને રિલીફ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ વિસ્તાર એરલાઇન્સ રાહત અને બચાવ કાર્યમાં જોડાનારા પ્રતિનિધિઓને દિલ્હી અને ચેન્નઇથી તિરૂવઅનંતપુરમની નિ:શુલ્ક એર ટિકીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


મફત ટિકીટ મેળવવા માટે એરલાઇન્સને મોકલવી પડશે રિકવેસ્ટ
વિસ્તારા એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાહત અને બચાવનું મિશન ખતમ થયા બાદ વિસ્તારા એરલાઇન્સ આ પ્રતિનિધિઓની વાપસી માટે તિરૂઅનંતપુરમથી દિલ્હી અને ચેન્નઇ માટે નિ:શુલ્ક એર ટિકીટ ઉપલબ્ધ કરાવશે. તેમણે જણાવ્યું કે આ સ્કીમ હેઠળ એરલાઇન્સ તિરૂઅનંતપુરમ જનાર પોતાની બધી ફ્લાઇટ્સમાં કેટલીક સીટો રિઝર્વ કરી છે. આ સીટોનું બુકિંગ પહેલા આવો પહેલા મેળવો (First come – First serve) નીતિ હેઠળ કરવામાં આવશે. તિરૂઅનંતપુરમ જવા માટે મફત ટિકીટ પ્રાપ્ત કરવા ઇચ્છુક સંસ્થાઓ પોતાની રિકવેસ્ટ keralarelief@airvistara.com પર ઇમેલ કરવો પડશે. 


વિસ્તાર એરલાઇન્સની મદદથી મોકલી શકાશે રાહત સામગ્રી
વિસ્તારા એરલાઇન્સે મફત એર ટિકીટ ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે રાહત સામગ્રી મોકલવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વિકલ્પ તે લોકો માટે છે જે કેરલ પૂર પીડિતોને મદદ તો કરવા માંગે છે પરંતુ કોઇ કારણોસર ત્યાં જઇ શકતા નથી. એવા લોકો પૂર પીડિતોની મદદ કરવ માટે પોતાની રાહત સામગ્રી વિસ્તારા એરલાઇન્સ દ્વારા દિલ્હી અને ચેન્નઇથી તિરૂઅનંતપુરમ મોકલી શકે છે. તેના માટે તમારે keralarelief@airvistara.com માં એક રિકવેસ્ટ ઇમેલ કરવો પડશે. રિકવેસ્ટ મળ્યા બાદ એરલાઇન્સના પ્રતિનિધિ તમારો સંપર્ક કરી રાહત સામગ્રી પ્રાપ્ત કરશે, તિરૂઅનંતપુરમ પહોંચ્યા બાદ તેમને જણાવેલી સંસ્થા કે વ્યક્તિ સુધી પહોંચાડશે.