1 વર્ષમાં શેરમાં 3100% ની તોફાની તેજી, હવે કંપની આપી રહી છે 6 બોનસ શેર
કેસર ઈન્ડિયાએ પોતાના ઈન્વેસ્ટરોને 6:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક શેર પર 6 શેર બોનસ આપશે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 19 માર્ચ 2024 નક્કી કરી છે.
નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની કેસર ઈન્ડિયાએ પોતાના ઈન્વેસ્ટરોને મોટી ભેટની જાહેરાત કરી છે. રિયલ એસ્ટેટ કંપની કેસર ઈન્ડિયા પોતાના ઈન્વેસ્ટરોને 6:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દરેક શેર પર 6 બોનસ શેર આપશે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 19 માર્ચ 2024 નક્કી કરી છે. કેસર ઈન્ડિયા (Kesar India)ના શેરમાં છેલ્લા એક વર્ષમાં તોફાની તેજી આવી છે. કેસર ઈન્ડિયાના શેરમાં છેલ્લા એક વર્ષમાં 3100 ટકાની તેજી આવી છે.
1 લાખના બનાવી દીધા 32 લાખ રૂપિયા
કેસર ઈન્ડિયાના શેર 10 માર્ચ 2023ના 116 રૂપિયા પર બંધ હતા. કંપનીના શેર 7 માર્ચ 2024ના 3713.15 રૂપિયા પર બંધ થયો છે. કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 3100 ટકાની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 10 માર્ચ 2023ના કેસર ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં તે શેરની વેલ્યૂ 32 લાખ રૂપિયા હોત. કેસર ઈન્ડિયાના શેરનો 52 સપ્તાહનું હાઈ લેવલ 4319.85 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 100.40 રૂપિયા છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના 1 કરોડ કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામા વધારો
6 મહિનામાં કેસર ઈન્ડિયાના શેરમાં 1757 ટકા તેજી
કેસર ઈન્ડિયાના શેરમાં છેલ્લા 6 મહિનામાં 1757 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 8 સપ્ટેમ્બર 2023ના 200 રૂપિયા પર હતા. રિયલ એસ્ટેટ કંપનીનો શેર 7 માર્ચ 2024ના 3713.15 રૂપિયા પર પહોંચી ગયા છે. તો આ વર્ષે અત્યાર સુધી કેસર ઈન્ડિયાના શેરમાં 263 ટકા તેજી આવી છે. કંપનીના શેર આ સમયમાં 1024.65 રૂપિયાથી વધી 3713.15 રૂપિયા પર પહોંચી ગયા છે. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કેસરઈન્ડિયાને 5.25 કરોડ રૂપિયાનો નફો થયો છે.