નવી દિલ્હીઃ એક નાની કંપની કેસર ઈન્ડિયાના શેરમાં સારી તેજી જોવા મળી રહી છે. કેસર ઈન્ડિયાના શેર શુક્રવારે 5 ટકાની અપર સર્કિટની સાથે 3342.75 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 112 રૂપિયાથી વધી 3300 રૂપિયાને પાર પહોંચ્યા છે. કેસર ઈન્ડિયાએ આ સમયગાળામાં ઈન્વેસ્ટરોને 2800 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. સ્મોલકેપ કંપની હવે પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 બોનસ શેર આપી રહી છે કંપની
કેરસ ઈન્ડિયાએ પોતાના ઈન્વેસ્ટરોને 6:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દરેક શેર પર ઈન્વેસ્ટરોને 6 બોનસ શેર આપી રહી છે. કંપનીએ બોનસ શેર માટે 19 માર્ચ રેકોર્ડ ડેટ જાહેર કરી છે. કંપની પોતાના ઈન્વેસ્ટરોને પ્રથમવાર બોનસ શેર આપવા જઈ રહી છે. કેસર ઈન્ડિયાના શેરનો 52 સપ્તાહનો હાઈ 4319.85 રૂપિયા છે. તો કંપનીના શેરનો 52 સપ્તાહનો લો 112 રૂપિયા છે. કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધી 227 ટકાની તેજી આવી છે. વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના કંપનીના શેર 1024.65 રૂપિયા પર હતા, જે હવે 3342.75 રૂપિયા પર પહોંચી ગયા છે. 


આ પણ વાંચોઃ જો 7 વર્ષ કરી નોકરી, પગાર 35000 રૂપિયા હોય તો ગ્રેચ્યુટીમાં મળશે 1,41,346, જાણો ગણિત


6 મહિનામાં કંપનીના શેરમાં 1207 ટકાની તેજી
કેસર ઈન્ડિયાના શેરમાં છેલ્લા છ મહિનામાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 15 સપ્ટેમ્બર 2023ના 255.60 રૂપિયા પર હતા. કંપનીના શેર 15 માર્ચ 3342.75 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 1207 ટકાની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ છ મહિના પહેલા કેસર ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં તેની વેલ્યૂ 13.07 લાખ રૂપિયા હોત. તો છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં આશરે 33 ટકાની તેજી જોવા મળી છે.