શું સંઘર્ષ વિના સફળતા મળી શકે છે? દેશની સૌથી મોટી બાયોફાર્મા કંપની બાયોકોનની સંસ્થાપક કિરણ મજૂમદાર શોની કહાનીમાં આ પ્રશ્નનો જવાબ છુપાયેલો છે. આજે દુનિયાની 100 સૌથી તાકતવર મહિલાઓની Forbes ની યાદીમાં કિરણ મજૂમદાર શોને પોતાના કેરિયરની શરૂઆતમાં ફક્ત 'મહિલા' હોવાના લીધે નોકરી ન મળી. તેમણે પોતાની કંપની બનાવીને શરૂઆત કરી અને આજે બાયોકોનનો માર્કેટ કેપ લગભગ 37000 કરોડ રૂપિયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાનકડી વાળંદની દુકાનથી કરી હતી શરૂઆત, આજે છે 600 લક્સરી કારોના માલિક


નોકરીની શોધ
બીબીસીના એક રિપોર્ટ અનુસાર 'જ્યારે કિરણ મજૂમદાર શો નોકરી શોધી રહી હતી, તો બધા તેમને મહિલા હોવાના લીધે ના પાડી દેતા હતા. આ 1978ની વાત છે, જ્યારે તે 25 વર્ષની ઉંમરમાં ઓસ્ટ્રેલિયાથી બ્રૂઇંગ (કિણ્વનની પ્રક્રિયા, જેનો ઉપયોગ સામાન્ય રીતે દારૂ બનાવવામાં થાય છે‌)માં માસ્ટર્સની ડિગ્રી લઇને ભારત આવી હતી. તેમની પાસે યોગ્યતા હોવા છતાં ભારતની જે બીયર કંપનીમાં તેમણે અરજી કરી, બધાએ કહ્યું કે તેમને લેવા શક્ય નથી. 

10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ


કિરણ મજૂમદાર શોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમણે સ્વિકાર કર્યો કે બ્રૂવરના રૂપમાં કોઇ મહિલાને હાયર કરવામાં તે સહજ નથી. ભારતમાં ક્યાં કામ ન મળતાં તેમણે વિદેશ તરફ પ્રયાસ કરવું પડ્યું અને અહીંથી તેમની તકદીરે એવો ખેલ ખેલ્યો કે થોડા વર્ષો બાદ તેમણે પોતાના ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસ 'બાયોકોન'ની સ્થાપના કરી. 


બાયોકોનનો જન્મ
આજે આ કંપનીનું માર્કેટ કેપ 37000 કરોડ રૂપિયાથી વધુ છે અને તે ફોર્બ્સની યાદીમાં દુનિયાની 100 સૌથી વધુ શક્તિશાળી મહિલાઓમાં છે. તે ભારતની એકમાત્ર મહિલા છે, જે પોતાના દમ પર અરબપતિ બની. તેમનો જન્મ બેંગલુરૂના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. 

કેવી રીતે 'પતલૂન' બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક


જ્યારે તેમને ભારત્માઅં કામ ન મળ્યું તો તેમણે સ્કોટલેંડમાં બ્રૂવરની નોકરી કરી લીધી. અહીં તેમની મુલાકાત આઇરિશ ઉદ્યમી લેસ્લી ઔચિનક્લોસ સાથે થઇ. લેસ્લી ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસ શરૂ કરવા માંગતી હતી અને મજૂમદારથી ખૂબ પ્રભાવિત હતી. તેમણે મજૂમદારને તેમને પાર્ટનર બનવાની અને બિઝનેસને લીડ કરવા માટે કહ્યું. 


મજૂમદારે શરૂઆતમાં તો ના પાડી દીધી. તે કહે છે કે મેં તેમને કહ્યું કે હું અંતિમ વ્યક્તિ છું, જેને તેમને ઓફર આપવી જોઇએ કારણ કે મારી પાસે બિઝનેસ કોઇ અનુભવ નથી અને મારી પાસે રોકાણ માટે એકપણ રૂપિયો નથી. પરંતુ લેસ્લીએ આખરે તેમને મનાવી લીધા અને 1978માં બાયોકોનનો જન્મ થયો. 
ખેડૂતે માત્ર 3000ના ખર્ચે તૈયાર કર્યું અનોખુ મશીન, ઉભા પાકને નષ્ટ કરતાં જીવાતની હવે ખેર નહી!


ગેરેજથી થઇ શરૂઆત
કિરણ મજૂમદારે બિઝનેસની શરૂઆત ગેરેજથી કરી અને પોતાની બચતના 150 ડોલર તેમાં રોકાણ કર્યા. તે સમયે એક ડોલરની કિંમત લગભગ 8.5 રૂપિયા બરાબર હતી. આ પ્રકારે તેમણે લગભગ 1200 રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો. ફરી એકવાર તેમનું જેંડર વિધ્ન બન્યું. કોઇપણ એક મહિલા સાથે કામ કરવા માંગતું ન હતું. તેમણે જણાવ્યું કે 'ફક્ત પુરૂષ જ નહી, મહિલાઓ પણ એક મહિલા સાથે કામ કરવા માંગતી ન હતી. તે ગેરેજમાં આવતા અને મને જોતા. તેમને લાગે છે કે હું અહીં સેકરેટરી છું. 40 ઉમેદવારોને મળ્યા બાદ તે પોતાના પ્રથમ કર્મચારીને હાયર કરી શકી અને તે હતા એક રિટાયર્ડ ગેરેજ મિકેનિક. 


બિઝનેસ માટે પૂંજી એકઠી કરવી બીજો પડકર હતો, કારણ કે બેંક બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવા માટે તૈયાર ન હતી. તેમણે જણાવ્યું કે 'મારી ઉંમર ફક્ત 25 વર્ષની હતી, એટલા માટે બેંકોને લાગતું હતું કે હું એક છોકરી છું, જે એવો બિઝનેસ શરૂ કરવા માંગુ છું, જેને કોઇ સમજતું નથી. આખરે 1979માં એક બેંકર તેમને લોન આપવા માટે તૈયાર થઇ ગઈ. ત્યારબાદ જે થયું તે દુનિયા જાણે છે, કારણ કે તે બાયોકોનની સફળતાની કહાની હતી. બાયોકોન હવે આખી દુનિયામાં છવાઇ જવા માટે તૈયાર હતી.