માત્ર 48 કલાકમાં ઘરેબેઠા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, આ રીતે કરો ઓનલાઇન અરજી
ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે કોઇપણ વાહન ચલાવી શકો નહી, અને જો તમે આમ કરો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. લાઇસન્સ બનાવવા માટે સરકાર નિયમોને સતત સરળ બનાવતી જાય છે. હવે તો 16 વર્ષના કિશોર પણ ઇ-બાઇક્સ ચલાવવા માટે પોતાનું લાઇસન્સ બનાવી શકે છે.
ALTO સહિત આ પોપ્યુલર કારો પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
ઓનલાઇન બનાવો લાઇસન્સ
લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો તમે લાઇસન્સ બનાવવાનું વિચારી રહ્યા છો અને આરટીઓના ધક્કા ખાવાનું ઇચ્છતા નથી તો ઓનલાઇન પણ અરજી કરી શકો છો. શરૂઆતમાં તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે. 6 મહિના બાદ પાકુ લાઇસન્સ બનાવવું પડે છે.
કેટલી છે ફી
લર્નિંગ લાઇસન્સ માટે ફી 200 રૂપિયા છે. જો તમે હજુસુધી એકવાર પણ લાઇસન્સ બનાવ્યું નથી તો પહેલાં લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે. લર્નિંગ બાદ પરમનેન્ટ લાઇસન્સ બને છે. વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ છે.
મહિંદ્બાએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર, 2 સેકન્ડમાં પકડશે 100 કિમીની રફતાર
આ રીતે કરો ઓનલાઇન અપ્લાઇ અરજી
લર્નિંગ લાઇસન્સ બનાવવાની ઓનલાઇન પ્રક્રિયા ખૂબ સરળ છે. રાજમાર્ગ મંત્રાલયની વેબસાઇટ પર જઇને તમે અરજી કરી શકો છો. https://parivahan.gov.in/sarathiservice10/stateSelection.do પર જાવ. અહીં રાજ્યોની યાદી આપવામાં આવી છે. સૌથી પહેલાં રાજ્ય સિલેક્ટ કરો. રાજ્યની પસંદગી બાદ લર્નર માટે ઓપ્શન હોય છે. ત્યાં ક્લિક કરતાં ફોર્મ ખુલે છે. ફોર્મ ભર્યા બાદ એક નંબર જનરેટ થશે, જેને સેવ કરી લો. અહીં તમારે ઉંમરનો પુરાવો, એડ્રેસ પ્રૂફ, આઇડી પ્રૂફ એટેચ કરવું પડશે.
આ Mobile App ઉડાવી રહી લોકોના બેંકા એકાઉન્ટમાંથી પૈસા, Kotak Bank એ કર્યું એલર્ટ
ફોટો અને ડિજિટલ સિગ્નેચર કરો અપલોડ
આ પ્રક્રિયા બાદ તમારો ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરવી પડશે. પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવો પડશે. સ્લોટની પસંદગી કરતી વખતે ફી ભરવી પડે છે. ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર એક મેસેજ આવશે, જેને સેવ કરવો પડે છે.
ઓનલાઇન થાય છે ટેસ્ટ
ફી જમા કરાવ્યા બાદ સ્લોટ મુજબ RTO ઓફિસ જઇને ટેસત આપવો પડશે. આ ટેસ્ટ ઓનલાઇન હોય છે અને તેમાં ટ્રાફિકના નિયમો તથા ટ્રાફિક ચિહ્નો વિશે પૂછવામાં આવે છે. એક પ્રશ્નના 4 ઉત્તર હોય છે. યોગ્ય ઉત્તર પર ક્લિક કરતાં બીજો પ્રશ્ન તમારી કોમ્યુટર સ્ક્રીન પર આવે છે. તેમાં સાથે જ એ પણ ખબર પડે છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો.
વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ
જેમ-જેમ તમે પ્રશ્નોના જવાબ આપતાં રહેશો, તે સાચા અથવા ખોટા જવાબ વિશે પણ સૂચના મળતી રહેશે અને ટેસ્ટ પુરો કરતાં જ તમારી સામે તમારું પરિણામ આવી જશે કે તમે પાસ અથવા ફેલ.
48 કલાકમાં મળશે ઓનલાઇન લાઇસન્સ
ટેસ્ટમાં પાસ થઇ જતાં 48 કલાકમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ ઓનલાઇન મળી જશે. તેની માન્યતા 6 મહિનાની હોય છે. 6 મહિના દરમિયાન તમને પરમેનેંટ લાઇસન્સ માટે અરજી કરવી પડશે. લર્નિંગ લાઇસન્સ મળ્યાના 1 મહિના બાદથી લઇને 6 મહિના દરમિયાન ફરીથી ઓનલાઇન અરજી કરીને તમારે તમારા વાહનની સાથે આરટીઓ ઓફિસ જઇને ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવો પડે છે. બીજીવાર ટેસ્ટ પાસ કરતાં પરમેનેંટ લાઇસન્સ મળી જાય છે.