• તમારા રેશન કાર્ડ બનાવતા સમયે તેમજ તેમા કોઈના નામ નાંખતા સમયે ક્યારેય ખોટા ડોક્યુમેન્ટ્સ ન આપો

  • રેશનિંગ કાર્ડ અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં નારંગી, પીળો અને સફેદ રંગના કાર્ડ આવે છે


ઝી મીડિયા/બ્યૂરો :રેશનિંગ કાર્ડ દરેક માટે બહુ જ મહત્વના કાગળો હોય છે. તે તમને કોઈ પણ સરકારી કામકાજ માટે ઉપયોગી બની શકે છે. તેવી જ રીતે શાળાતેમજ કોલેજમાં એડમિશન લેવા માટે તેની પણ જરૂર પડે છે. તેના કારણે તમારે આ ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખવા બહુ જ જરૂરી છે. રેશનિંગ કાર્ડ અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં નારંગી, પીળો અને સફેદ રંગના કાર્ડ આવે છે. કુંટુંબની આર્થિક પરિસ્થિતિ મુજબ તેમનો રેશનિંગ કાર્ડનો રંગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીળો અને નારંગી રંગ કાર્ડ ધારકોને અનાજ વેચવા માટે સુવિધા આપવામાં આવી છે. તો પીળા કાર્ડ ધારકોને ગરીબી રેખા નીચેના નાગરિકોને દરેક વ્યક્તિ મુજબ 5 કિલો ચોખા અને ઘઉં બે થી ત્રણ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ આ રેશન કાર્ડ ધારકોને બીજી પણ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ રાશન કાર્ડની સુવિધા મેળવવા માટે ભારતમાં અનેક લોકોએ પોતાના ખોટા તેમજ બનાવટી રાશન કાર્ડ બનાવ્યા છે. 


પરંતુ તમારા રેશન કાર્ડ બનાવતા સમયે તેમજ તેમા કોઈના નામ નાંખતા સમયે ક્યારેય ખોટા ડોક્યુમેન્ટ્સ ન આપો. કારણ કે સરકાર હવે તમારા દરેક ડોક્યુમેન્ટ્સ પર બારીકાઈથી ધ્યાન આપે છે. ખોટા ડોક્યુમેન્ટ્સ આપવા બદલ તમારા પર કાર્યવાહી પણ થઈ શકે છે. તેમજ તમને દંડના ભાગરૂપે રૂપિયા પણ ભરવા પડી શકે છે. 


ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત હવે દોષી વ્યક્તિને પાંચ વર્ષ માટે જેલ તેમજ રૂપિયા ભરવા તેમજ તેમને બંને બાબતો માટે શિક્ષા થઈ શકે છે. 


તમારી પાસે રાશનકાર્ડ ન હોય તો તમે ઓનલાઈન રાશનકાર્ડ પણ બનાવી શકો છો. રાશનિંગ કાર્ડ ઓનલાઈન આવેદન કરવા માટે દરેક રાજ્યએ એક ખાસ વેબસાઈટ તૈયાર કરી છે. તમારા રાજ્યની વેબસાઈટ પર જવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


18 વર્ષથી નીચેના બાળકોના નામ વાલીઓએ રાશનિંગ કાર્ડમાં સમાવેશ કરવાના હોય છે. પરંતુ 18 વર્ષથી વધુના વયના લોકો જાતે જ પોતાના રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.