આ છે ગુજરાતના ટોપ-5 સ્ટાર્ટઅપ, જેમણે દેશભરમાં ડંકો વગાડ્યો
States Startup Ranking 2021 માં ફરી એકવાર ગુજરાતની જીત, સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર થયુ છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલયને સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ કરાયા છે. જરાતને વર્ષ 2019 અને 2020માં પણ 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જે બતાવે છે કે ગુજરાતના સ્ટાર્ટઅપને લોકો અપનાવી રહ્યા છે, તેમના પર ભરોસો મૂકી રહ્યા છે અને તેનો ડંકો માત્ર દેશમાં જ નહિ, પરંતુ સરહદ પાર પણ ડંકેની ચોટ પર વાગ્યો છે.
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)માં યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાં કેન્દ્રીય રેલવે મંત્રી, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે બહાર આવવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યાં હતાં.
આ પણ વાંચો : ‘એક નેતા ધમકી આપે છે, પર ઝૂકેગા નહિ સાલા’ પોસ્ટ મૂકનાર ASI રાતોરાત સસ્પેન્ડ
વિવિધ ક્ષેત્રોમાંથી સન્માનિત 5 વિકસતા સ્ટાર્ટઅપ્સના નામ છે - D3S હેલ્થકેર ટેકનોલોજીસ, ફ્રીડમ વ્હિલ્સ એન્ટરપ્રાઇઝીસ ઇન્ડિયા, EV ઇન્ડિયા, IOTA ડિઝાઇન એન્ડ ઇનોવેશન્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ અને નીરેઇન.
સુવિધા મેળવતા સ્ટાર્ટઅપ્સની પ્રોફાઇલ
IOTA ડિઝાઇન એન્ડ ઇનોવેશન્સ લેબ પ્રાઇવેટ લિમિટેડ (બાયોટેક)
IOTA ડિઝાઇન એન્ડ ઇનોવેશન્સ લેબ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય માટે હેલ્થકેર/ફાર્માસ્યુટિકલ્સ, પર્યાવરણ અને અક્ષય ઊર્જાના વિઝન સાથે થઈ છે. IOTA બ્લડ માઇક્રો સેમ્પ્લિંગ ડિવાઇઝ અને સ્કીન ટિશ્યૂ માટે મલ્ટિસ્કેલ સ્કાફોલ્ડ પર કામ કરે છે, જેનું વિઝન દરેક માટે વાજબી અને સુલભ હેલ્થકેર સોલ્યુશન વિકસાવવાનું છે.
નીરેઇન પ્રાઇવેટ લિમિટેડ (રેઇનવોટર હાર્વેસ્ટિંગ)
નીરેઇન ગુજરાત સરકારનું પીઠબળ ધરાવતું, ભારત સરકારની માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ છે, જેને આઇ-હબ અને ક્રેડલનું પ્રોત્સાહન પ્રાપ્ત છે. આ સામાન્ય નાગરિક માટે પાણીનો સંચય કરે છે. 2000+ ઈન્સ્ટોલેશન સાથે નીરેઇનએ સમગ્ર ભારત, એશિયા, આફ્રિકા અને અમેરિકામાં બે વર્ષમાં 100+ ઘરોમાં 30 કરોડ લિટર પાણીની બચત કરી છે. નીરેઇનનો ઉદ્દેશ આપણા ઘરોને તેમના સંકુલોમાં વરસાદના પાણીનો સંચય કરવા સરળ, અસરકારક અને વાજબી ઉત્પાદનો પ્રદાન કરવા સક્ષમ બનાવવાનો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં હાઈકમાન્ડે રઘુ શર્માને ખખડાવ્યા, કોંગ્રેસ છોડનારા નેતાઓ મુદ્દે ઉધડો લીધો
D3S હેલ્થકેર ટેકનોલોજીસ (હેલ્થકેર | મેડિકલ ડિવાઇઝ)
D3S હેલ્થકેર ટેકનોલોજીસ સ્તન કેન્સરનું નિદાન કરવા સારાં ઉત્પાદનો, સેવાઓ અને સલાહ, અપવાદરૂપ સેવા અને સકારાત્મક ટીમ જુસ્સાને લઈને ઉત્સાહી છે. એનો મંત્ર છે – લાખો લોકોનું જીવન બચાવવા એક અબજ લોકોનું પરીક્ષણ કરવું. બીઆર-સ્કેન લાઇટ ડિવાઇઝ મહિલાઓ માટે એક પ્રકારનું નવું હેલ્થ અને વેલબીઇંગ પ્રોડક્ટ્સ પૈકીની એક છે. આ ઘરે સ્તન કેન્સર અને સ્તનમાં ચોક્કસ પ્રકારની અસામાન્યતાનું નિદાન કરવા માટે વિશિષ્ટ સંશોધનો પૈકીનું એક છે.
આ પણ વાંચો : લવ જેહાદની હચમચાવી દેતી ઘટના, યુવકે કરોડપતિ બિલ્ડરની દીકરીને શરીર પર બ્લેડના 500 ઘા મારવા મજબૂર કરી
ફ્રીડમ વ્હીલ્સ એન્ટરપ્રાઇઝીસ (‘દિવ્યાંગ’ માટે સ્વતંત્ર મોબિલિટી સોલ્યુશન)
ભારતની સૌથી વાજબી મોટરાઇઝ વ્હિલચેર, જેમાં દિવ્યાંગ/લોકોમોટર દિવ્યાંગ/દિવ્યાંગ વ્યક્તિ/શારીરિક પડકાર ધરાવતા લોકો, સારસંભાળ અને પુનર્વસનની જરૂરિયાત ધરાવતા નાગરિકોના જૂથ માટે સમગ્ર ભારતમાં વોરન્ટી, પાર્ટ્સ અને સર્વિસ સપોર્ટ સામેલ છે.
ઇવી ઇન્ડિયા (ઇવી ઓટોમોટિવ)
ઇવી ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર-આધારિત (ઇવીના માલિકો), સમુદાય-સંચાલિત, સામાજિક-વાણિજ્યિક પ્લેટફોર્મ છે. ફિઝિકલ માર્કેટપ્લેસ સાથે સંયુક્તપણે મોડલ ઇવીના સંભવિત ગ્રાહકોને સંશોધન અને ખરીદીનો સંપૂર્ણ અને વિશિષ્ટ અનુભવ આપે છે. અમે ઇવી માલિકોના અમારા સમુદાયને ઇવીની માલિકીની ખરીદીનો કોઈ પણ પ્રકારના સમાધાન કર્યા વિના અનુબવ આપવા કામ કરીએ છીએ.