નવી દિલ્હી: મેષ (Aries) રાશિવાળા લોકો માટે સારા સમાચાર છે. દેશના સૌથી ધનવાન વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી મેષ રાશિના છે. જ્યારે વિપ્રોના અજીમ પ્રેમજીની રાશી સિંહ છે. અન્ય ધનકૂબેરોમાં ગૌતમ અડાણી, ઉદય કોટક, લક્ષ્મી નિવાસ મિત્તલ ક્રમશઃ કર્ક(Cancer), મીન (Pisces) અને મિથુન (Gemini) રાશિના છે, આ ખુલાશો બર્ફલ હારૂનની સૂચીમાં કરવામાં આવ્યો છે, આ સૂચીના ખાસ વાતએ છે, કે આ ભારતીય કરોડપતિની રાશિ(Zodiac sign) પર બન્યું છે. આમાં બતાવામાં આવ્યું છે, કે 831માંથી 50ટકા ભારતીય કરોડપતિની રાશિ એક સમાન જ છે. આ 5 રાશિયોમાં કર્ક, કન્યા, મેષ, વૃશ્ચિક અને મકરનો સમાવેશ થાય છે. 
 
મુકેશ અંબાણી પાસે 371000 કરોડ રૂપિયાની સંપત્તિ 
બર્ફલની રિપોર્ટમાં બતાવામાં આવ્યું છે, કે સૌથી વધારે કરોડપતિ ભારતીયોમાં સૌથી વધારે સંખ્યા (10.5%) કર્ક રાશિના લોકોની છે. અને તેના બાદ કન્યા રાશિના લોકોનો નંબર આવે છે. સૂચીમાં કન્યા રાશિના લોકોની સંખ્યા 9.7% છે. જો સંપત્તિની વાત કરવામાં આવે તો લિસ્ટમાં મેષ રાશિના લોકોમાં સૌથી વધુ સંપતિ મુકેશ અંબાણી પાસે  371000  કરોડ રૂપિયા છે. સંપત્તિની બાબતમાં આ બાદ મિથુન રાશિના ધનકૂબેર એલ.એન મિત્તલ પાસે કુલ 114500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે ત્રીજા નંબર પર એસ.પી હિન્દુજા ધન રાશિના સમૂહમાં આવે છે. જેની પાસે 97300 રૂપિયાની સંપત્તિ છે. જ્યારે ચોથા નંબર પર અજીમ પ્રેમજીની રાશિના લોકો એટલે કે સિંહ રાશિનો સમૂહ આવે છે, સિંહ રાશિના કરોડપતિઓમાં અજીમ પ્રેમજી પાસે 96100 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દેશની રાષ્ટ્રીય રાજધાનીથી 163 લોકો કરોડપતિ 
બર્ફલના રિપોર્ટ અનુસાર સૌથી વધારે 51 કરોડપતિઓ મુંબઇમાં વધી ગયા છે. જ્યારે દિલ્હીમાં 46 કરોડપતિઓની સંખ્યામાં વધારો થયો છે. 831 લોકોની સૂચીમાં 233 કરોડપતિ માત્ર મુંબઇના જ છે. એટલે કુલ કરોડપતિઓના 28% લોકો દેશની આર્થિક રાજધાનીમાં આવે છે. જ્યારે આ 831 લોકોમાં 163 લોકો દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના છે. ત્યાર બાદ બેગલુરુમાંથી 70 અને અમદાવાદથી 22 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદ હૈદરાબાદ, ચેન્નાઇ અને કોલકાત્તાનો નંબર આવે છે. અમદાવાદ આ મેટ્રો સીટીઓને પછાડીને ચોથા નંબર પર પહોચી ગયું છે.