Umbrella Seller Become Millionaire: કોલેજમાંથી પાસ આઉટ થયા પછી ઘણીવાર વિદ્યાર્થીઓ વિચારે છે કે તેમને કોઈક રીતે સારી કંપનીમાં નોકરી મળી જાય. તે જ સમયે, હજારોમાં એક એવો છે, જે વિચારે છે કે હું 9 થી 5 નોકરી કરીને બીજાને શા માટે અમીર બનાવું. આજે અમે તમને એવી જ વિચારસરણી ધરાવતા વ્યક્તિ વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિઝાઇનર રંગબેરંગી છત્રીઓ બનાવવાનું વિચાર્યું
વાસ્તવમાં, અમે પ્રતિક દોશીની વાત કરી રહ્યા છીએ, જે આજે માત્ર છત્રી વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે પ્રતીકે એમબીએ પૂર્ણ કર્યું, ત્યાર બાદ તે પોતાનું કંઈક કામ કરવા માંગતો હતો. તે 9 થી 5 નોકરી કરવા માંગતો ન હતો. એક દિવસ મુંબઈની લોકલમાં મુસાફરી કરતી વખતે તેણે જોયું કે લોકો તડકા અને વરસાદથી બચવા માટે છત્રીનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ મોટાભાગના લોકો પાસે એ જ જૂના સમયથી કાળા રંગની છત્રીઓ હોય છે, જે દેખાવમાં પણ કંટાળાજનક લાગે છે. આવી સ્થિતિમાં, તે જ સમયે પ્રતીકના મગજમાં ડિઝાઇનર અને રંગબેરંગી છત્રીઓ બનાવવાનો વિચાર આવ્યો.



6 મહિનામાં માત્ર 800 છત્રીઓ વેચાઈ
આ પછી તેણે સૌપ્રથમ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અને ડિઝાઇનર પાસે તેની ડિઝાઇન તૈયાર કરી. પરંતુ જ્યારે પબ્લીશરે આ ડિઝાઈન જોઈ તો તેઓએ તેને પ્રીન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો. લગભગ 11 પબ્લીશર દ્વારા ના પાડ્યા પછી, જ્યારે તે 12મા પબ્લીશર પાસે ગયો, ત્યારે તેને આ ડિઝાઇન અને વિચાર એકદમ અનોખો લાગ્યો. આ પછી તેણે ડિઝાઇન પ્રિન્ટ કરી અને તેના માર્કેટિંગ પર પણ કામ શરૂ કર્યું. જોકે, પ્રતિક પ્રથમ 6 મહિનામાં માત્ર 800 છત્રીઓ જ વેચી શક્યો હતો. જે બાદ તેને તેના પરિવારના સભ્યોના ટોણા અને મિત્રોની મજાક પણ સહન કરવી પડી હતી.


પ્રથમ છત્રી તેના પિતાને વેચી
એક દિવસ આવા જ એક પ્રતીકના મિત્રએ તેને પોતાનો બિઝનેસ ઓનલાઈન કરવાની સલાહ આપી, જેના પછી તેણે પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધો. તેને ડર હતો કે કોઈ તેની છત્રી ઓનલાઈન ખરીદશે કે નહીં. તેથી જ તેણે તેની પ્રથમ છત્રી તેના પિતાને વેચી દીધી, જેથી તે સંતુષ્ટ થઈ શકે કે તેની એક છત્રી વેચાઈ ગઈ છે.


સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આ વસ્તુની ખેતીથી કરી શકો છો કરોડોની કમાણી! જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન
એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube