નવી દિલ્હી : ખ્રિસ્તી ધર્મના લોકો દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ ઉજવે છે. ક્રિસમસ તેમના માટે મોટો દિવસ કહેવાય છે. આ દિવસ ખાસ એટલા માટે કહેવાય છે કે, કેમ કે આ દિવસે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ મસીહનો જન્મ થયો હતો. ક્રિસમસના દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં એકઠા થઈને ખાસ પ્રાર્થના કરે છે. નવા કપડા પહેરે છે. ખાસ પકવાન બનાવે છે અને સૌથી ખાસ બાબત એ કે ગરીબોને ફૂડ તથા જરૂરી વસ્તઓનું દાન કરે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી ઈસુ મસીહનું જીવન દુખ અને તકલીફોમાં વિત્યુ હતું. ઈસુના જન્મ પરની આ ખાસ માહિતી આજે તમને જાણવી ગમશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસુનો જન્મ
ઈસુનો જન્મ જેરુસલેમના બેથલેહામમાં થયો હતો. યેરુશલેમ હવે ઈઝરાયેલની રાજધાની છે. ઈસુ મસીહની માતાનું નામ મરિયમ અને પિતાનું નામ યુસુફ છે. ઈસાઈ ધર્મના પવિત્ર પુસ્તક બાઈબલની મત્તીના અધ્યાય 2 અનુસાર, યુસુફની સાથે સંબંધ બનાવતા પહેલા જ મરિયમ પવિત્ર આત્મા થકી ગર્ભવતી બન્યા હતા. મરિયમના ગર્ભવતી થવાની વાત સાંભળીને યુસુફે તેમની સાથે સગાઈ તોડવાનો નિર્ણય કર્યો હતો. એક સ્વર્ગદૂતે યુસુફને સપનામાં દર્શન આપીને કહ્યું કે, તે મરિયમને અપનાવી લે, કેમ કે તેનું ગર્ભ ધારણ પવિત્ર આત્મ થકી થયું છે. 


ઈસુ નામ કેવી રીતે રખાયુ
સ્વર્ગદૂતે સપનામાં યુસુફેને એમ પણ કહ્યું કે, તે બાળકનું નામ ઈસુ રાખે. કેમ કે, તે પોતાના લોકોને પાપમાંથી મુક્તિ અપાવશે. એવું માનવામાં આવે છે કે, ઈસુ મસીહ પેદા થવાના છે તેવી ભવિષ્યવાણી બહુ જ પહેલા થઈ ગઈ હતી. બાઈબલના જૂના નિયમ અનુસાર, એક કુંવારી સ્ત્રી બાળકને જન્મ આપશે અને તે ઈમ્માનુએલ કહેવાશે. જેનો અર્થ થાય છે પરમેશ્વર આપણી સાથે છે. 


નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો


ઈસુના જન્મથી ભયભીય હતા રાજા હેરોદેસ
તે સમયે યહુદીઓના રાજા હેરોદેસ હતા. ભવિષ્યવાણી અનુસાર, ઈસુના જન્મના સમાચાર જ્યોતિષીઓને થઈ હતી અને તેઓ યેરુશલેમ આવીને પૂછવા લાગ્યા કે યહુદીઓના રાજાનો જન્મ ક્યાં થયો છે. આ વાતની જાણ રાજા હેરોદેસને થઈ હતી. આ વાત સાંભળીને તે ગભરાઈ ગયો હતો. તેને પોતાની રાજગાદી જવાનો ડર લાગ્યો. તેણે તમામ લડવૈયાઓને એકઠા કરીને ઈસુના જન્મ સ્થળ વિશે તપાસ કરવાનું કહ્યું. 


[[{"fid":"196399","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"164691-535713-christ.jpg","field_file_image_title_text[und][0][value]":"164691-535713-christ.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"164691-535713-christ.jpg","field_file_image_title_text[und][0][value]":"164691-535713-christ.jpg"}},"link_text":false,"attributes":{"alt":"164691-535713-christ.jpg","title":"164691-535713-christ.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


સ્ટારનો પીછો કરતા ઈસુ સુધી પહોંચ્યા જ્યોતિષીઓ
બાઈબલના અનુસાર, જ્યોતિષીઓના જન્મ સ્થળ વિશે એક તારા દ્વારા માલૂમ પડ્યું હતુ. જે પૂર્વમાં નજર આવ્યો હતો. તેનો પીછો કરતા કરતા તેઓ પહેલા રાજા હેરોદેસ અને બાદમાં ઈસુ સુધી પહોંચ્યા હતા. જોકે, બેથલેહામમાં ઈસુનુ દર્શન અને તેમને ભેટ-સોગાદ આપીને તેઓ પોતાના દેશ પરત ફર્યા હતા. વાસ્તવમાં તેઓ રાજા હેરોદેસને ઈસુના જન્મસ્થળની જાણ થવા દેવા માંગતા ન હતા. 


ઈસુની હત્યા કરવા માંગતો હતો રાજા હેરોદેસ
રાજા હેરોદેસે ઈસુને શોધવાના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ યુસુફને પહેલેથી જ સપનામાં ચેતવણી આપવામાં આવી હતી કે, તે ઈસુ અને મરિયમને લઈને મિસર જતા રહે. કેમ કે, રાજા હેરોદેસ ઈસુની હત્યા કરવાની ફિરાકમાં હશે. તેથી જ્યોતિષીઓ જ્યારે પરત રાજા પાસે ફર્યા નહિ, તો રાજાએ બેથેલહામમાં બે વર્ષ અને બે વર્ષથી ઓછા વર્ષના તમામ બાળકોને મરાવ્યા હતા.