રિલાયન્સના માર્કેટ કેપ કરતાં આ કંપનીને એક દિવસમાં વધારે ગુમાવ્યા રૂપિયા, 25 હજાર કર્મચારીઓને બનાવ્યા હતા કરોડપતિ
ઓ બાપરે આટલું નુક્સાન, સાંભળીને જ તમારી આંખો પહોળી થઈ જશે. દુનિયામાં AI ચિપ નિર્માતા Nvidiaના શેરમાં પાંચ વર્ષમાં 2600 ટકાનો વધારો થયો છે. આ વર્ષ કંપની માટે આ વર્ષ ઐતિહાસિક રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, Nvidia વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની. પરંતુ તેની સાથે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ બની ગયા છે.
આ વર્ષે Nvidia કંપનીના નામે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયા છે. તે એક દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ ગુમાવનાર કંપની બની ગઈ છે. Nvidiaના માર્કેટ કેપમાં એક મહિના કરતાં ઓછા સમયમાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે જેમને લાભ મળી ગયો છે એ ફાયદામાં રહ્યો છે પણ અહીં નુક્સાનનો આંક પણ મોટો છે. જાણો વધુ વિગત.
Nvidiaના શેર પાંચ વર્ષમાં 2600% વધ્યા
અમેરિકન AI ચિપ નિર્માતા Nvidia માટે આ વર્ષ કંપની માટે અદભૂત રહ્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ હાંસલ કરવાનો કંપનીએ એક નવો રેકોર્ડ બનાવ્યો અને થોડા સમય માટે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની પણ બની ગઈ છે. આ તેજીની સાથે કંપનીના લગભગ 25,000 કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 2,600 ટકાનો વધારો થયો છે. પરંતુ આ વર્ષે કંપનીના નામે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયા છે. તે એક દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ ગુમાવનાર કંપની પણ બની ગઈ છે. Nvidiaના માર્કેટ કેપમાં એક મહિના કરતાં ઓછા સમયમાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે જેમને લાભ મળી ગયો છે એ ફાયદામાં રહ્યો છે પણ અહીં નુક્સાનનો આંક પણ મોટો છે.
મંગળવારે, Nvidiaના શેરમાં નવ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તેની માર્કેટ કેપ $279 બિલિયન ઘટી હતી. વિશ્વની કોઈપણ કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. અગાઉ આ રેકોર્ડ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના નામે હતો જેણે 3 ફેબ્રુઆરી 2020ના રોજ 252 બિલિયન ડોલર ગુમાવ્યા હતા. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ $244 બિલિયન છે. Nvidiaનું માર્કેટ કેપ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લગભગ એક ટ્રિલિયન ડૉલર જેટલું ઘટી ગયું છે.
કેમ એકાએક ઘટી ગયો ભાવ
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે Nvidiaને સમન્સ મોકલ્યું છે. સરકારે કંપની સામે તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે કંપની આવા ખરીદદારોને હેરાન કરી રહી છે જેઓ તેની ચિપ્સનો ઉપયોગ નથી કરી રહ્યા. જેના કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં ઘટાડાને કારણે સ્થાપક અને CEO જેન્સન હુઆંગની નેટવર્થમાં પણ $10 બિલિયનનો ઘટાડો થયો છે. હુઆંગ 93.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 18માં સ્થાને આવી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થ $49.4 બિલિયન વધી છે.