Currency Note: જો કોઈ બેન્ક 2000 રુપિયાની નોટ બદલવાની કે લેવાની ના કહે તો શું કરવું ? જાણી લો ફટાફટ
Currency Note: રીઝર્વ બેન્કે જાહેર કર્યું છે કે 2000 ની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ બેન્કમાં બદલી શકાય છે. તેવામાં પ્રશ્ન એ પણ થાય કે જો કોઈ બેંકની બ્રાન્ચમાં 2000 રૂપિયાની નોટ લેવાથી કે બદલી દેવાથી ઇનકાર કરવામાં આવે તો લોકોએ શું કરવું ? તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ આ રહ્યો.
Currency Note: આરબીઆઇએ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ એ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવશે. સાથે જ રિઝર્વ બેન્કે તમામ અન્ય બેંકોને આદેશ કર્યો છે કે તે હવેથી 2000 રૂપિયાની નોટ કોઈને આપે નહીં. હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.
સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો:
સંઘરી રાખેલી 2000 ની નોટ બદલી જ લેજો 30 સપ્ટેમ્બર સુધીમાં, જાણો ડેડલાઈન પછી શું થશે
Currency Notes: 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ RBI એ કરી મહત્વની ઘોષણા
દુનિયાના 23 દેશોમાં નથી ચાલતી કાગળની નોટ, અહીંની કરન્સી વિશે જાણી રહી જશો દંગ
ભારતીય રિઝર્વ બેન્કે એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને તેમાં જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ ને બદલવા માટે કોઈ જ રોકટોક નથી. 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકો કોઈપણ બેંકની કોઈપણ શાખામાં જઈને નોટ બદલી શકે છે. જોકે આ અંગે વધુ નિયમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. એક વખતમાં એક વ્યક્તિ 20 હજાર રૂપિયા ના મૂલ્ય સુધીની 2000 ની નોટ આરામથી બદલી શકે છે.
કોઈપણ વ્યક્તિ પાસે 2,000 ની નોટ હોય તો તે પોતાની બેંકની નજીકની શાખામાં જઈને તેને જમા કરાવી શકે છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકો 2000 રૂપિયાની નોટને બજારમાં પણ વાપરી શકે છે. કોઈ દુકાનદાર તેને લેવાથી ઈન્કાર નહીં કરી શકે.
તેવામાં પ્રશ્ન એ પણ થાય કે જો કોઈ બેંકની બ્રાન્ચમાં 2000 રૂપિયાની નોટ લેવાથી કે બદલી દેવાથી ઇનકાર કરવામાં આવે તો લોકોએ શું કરવું ? તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ આ રહ્યો.
આરબીઆઈ એ જણાવ્યું છે કે કોઈપણ બેંકમાં 2,000 ની નોટને બદલવાથી ઇનકાર કરી નહીં શકાય. જો કોઈ બેંક નોટ લેવાથી ઇન્કાર કરે તો તે અંગે ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકે પોતાની બેન્કનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવવાની રહેશે. જો બેંકની ફરિયાદ નોંધાવ્યાના 30 દિવસની અંદર કોઈ જવાબ ન મળે અથવા તો જે જવાબ મળે તેનાથી ગ્રાહકને સંતોષ ન હોય તો તે આરબીઆઈના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.