નવી દિલ્હી: LIVE Train Status: ટ્રેન પકડવા માટે સ્ટેશન રવાના થતાં પહેલાં આ ચેક કરવું ફાયદાકારક થશે કે તમારી ટ્રેનનું સ્ટેટ્સ શું છે. એટલે કે ક્યાંક તમારી ટ્રેન લેટ તો નથી અથવા પછી કેન્સલ તો નથી થઇ ગઇ અતહ્વા અત્યારે ટ્રેન ક્યાં પહોંચી છે. તેની જાણકારી પહેલાંથી જ હશે તો તમારું સ્ટેશન પર બેકાર કલાક રાહ જોવામાં સમય બરબાદ નહી થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp પર જ મળશે ટ્રેનની પુરી જાણકારી
જે ટ્રેન (Train)થી મુસાફારી કરવાના છો તેનું સ્ટેટ્સ જાણવા માટે તમારે  +91-9881193322 પર પોતાનો PNR લખીને WhatsApp કરવું પડશે. તમને તાત્કાલિક ટ્રેન વિશે જાણકારી મળવાનું શરૂ થઇ જશે. આ સર્વિસની શરૂઆત Railofy એ કરી છે જેથી તમે સરળતાથી રિયલ-ટાઇમ PNR સ્ટેટસ અને ટ્રેન યાત્રા સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. 

Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ


આ છે સ્ટેટ-બાય-સ્ટેપ રીત
1. સૌથી પહેલાં પોતાના સ્માર્ટફોનમાં નંબર +91-9881193322 ને સેવ કરો. આ Railofy નો ઇન્કવાયરી નંબર છે. 
2. ત્યારબાદ WhatsApp ઓપન કરો અને ન્યૂ મેસેજ બટન પર ક્લિક કરી Railofy ના નંબરને ઓપન કરો. 
3. તમારો 10 ડિજિટનો પીએનઆર નંબર લખો અને તેને મોકલી દો. 
4. તમને તાત્કાલિક જ તમારી ટ્રેન સાથે જોડાયેલી  જાણકારી મળવાનું શરૂ થઇ જશે. 

ભારતીય કંપનીએ લોન્ચ કર્યો Inblock સ્માર્ટફોન, એકદમ સસ્તામાં મળશે હેન્ડસેટ


બિલકુલ ફ્રી છે સર્વિસ
Railofy ની આ સર્વિસ સંપૂર્ણપણે ફ્રી છે. આ સર્વિસીઝનો ફાયદો લેવા માટે પ્લેટફોર્મથી ટિકીટ બુક કરવાની કોઇ જરૂર નથી. WhatsApp દ્વારા ટ્રેનનું લાઇવ સ્ટેટસ તે જગ્યાઓ પર ખૂબ કામનું સાબિત થાય છે જ્યાં નેટવર્કની સમસ્યા હોય છે. જો તમે Railofy ની સર્વિસ બંધ કરવા માંગો છો તો STOP લખીને પણ મોકલી શકો છો. 

શ્વાસ સાથે રંગ બદલે છે OnePlus 8T! ઘણા શાનદાર ફીચર્સથી છે સજ્જ


Railofy ના અનુસાર દર મહિને લગભગ 60 લાખ લોકો Google પર ટ્રેનોના સમયને લઇને સર્ચ કરે છે. કારણ કે  IRCTC ટ્રેનોને લઇને કોઇ સ્ટેશન એનાઉસમેન્ટ થતી નથી, અને ખબર પડતી નથી કે સ્ટેશન પર ટ્રેન ક્યારે પહોંચવાની છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube