નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ખરીદવા ઈચ્છીત ગ્રાહકો માટે ખુબ સીમિત વિકલ્પ છે. તેવામાં ભારતની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કોમાકી ઇલેક્ટ્રિક વ્હીકલ (Komaki Electric Vehicles) જલદી બજારમાં સ્પર્ધા વધારવાની છે. કંપની ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ક્રૂઝર બાઇક લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે બાઇકનું નામ Komaki Ranger હશે અને તેમાં 250 કિલોમીટર સુધીની રેન્જ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમાકી રેન્જરની ઓફિશિયલ લોન્ચિંગ આગામી વર્ષે જાન્યુઆરીમાં કરી શકાય છે. પરંતુ લોન્ચિંગ પહેલા કંપની બાઇકને લઈને ઘણા મોટા દાવા કરી રહી છે. તેને ઇલેક્ટ્રિક ક્રૂઝર બાઇકમાં 4 કિલોવોટની બેટરી પેક કરવામાં આવશે, જે ભારતમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં સૌથી મોટી બેટરી હશે. આ કારણ છે કે કંપની ફુલ ચાર્જમાં 250, કિમી સુધીની રેન્જનો દાવો કરી રહી છે. આ રેન્જ અમદાવાદથી રાજકોટ પહોંચવા માટે ઘણી છે. 


આ પણ વાંચોઃ 2 રૂપિયાના પાઉચના આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, આજે છે 1100 કરોડનું ટર્ન ઓવર


આવા હશે ફીચર્ચ
Komaki Ranger માં એક 5000 વોટની મોટર હશે, જે મુશ્કેલ રસ્તા પર પણ સારૂ પરફોર્મ કરશે. આ સિવાય ક્રૂઝર ઇલેક્ટ્રિક બાઇકમાં ક્રૂઝ કન્ટ્રોલ, રિપેયર સ્વિચ, રિવર્સ સ્વિચ, બ્લૂટૂથ અને એક એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવશે. 


કોમાકી રેન્જરને સત્તાવાર રીતે લોન્ચ કર્યા બાદ તેની કિંમતની જાણકારી મળશે. પરંતુ કંપની તેને સસ્તા ભાવે લોન્ચ કરવાનો દાવો કરી રહી છે. કોમાકી ઇલેક્ટ્રિક ડિવીઝનના ડાયરેક્ટર ગુંજન મલ્હોત્રાએ કહ્યું- હજુ કેટલીક વસ્તુ પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ અમે સસ્તી કિંમત રાખવાનું વિચારી રહ્યાં છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક કોઈ ખાસ કરીને આમ આદમી- ભારતમાં બનેલી એક શાનદાર ક્રૂઝરની સવારીનો અનુભવ કરી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube