મલ્ટીબેગર બન્યો KPI ગ્રીન એનર્જી સ્ટોક : રોકાણકારો ટૂંકા સમયમાં જબરદસ્ત કમાયા, આવું છે રિટર્ન
KPI Green Energy share : ભારતીય શેરબજારમાં ગુરુવારે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 0.03 ટકા અથવા 18.76 પોઈન્ટના વધારા સાથે 66,499 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ જ સમયે NSE નિફ્ટી 0.05 ટકા અથવા 9.30 પોઈન્ટના વધારા સાથે 19,820 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Stock to Buy: સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસ એટલે કે ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં થોડી મંદી જોવા મળી છે. બજારમાં સતત 2 દિવસથી તેજી જોવા મળી હતી પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં થોડી મંદી છે. 12 ઓક્ટોબરના ટ્રેડિંગ સેશન દરમિયાન બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સપાટ શરૂઆત થઈ હતી. જો રિટેલ રોકાણકારો બજારમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો બજાર નિષ્ણાત સંદીપ જૈને મજબૂત સ્ટોક પસંદ કર્યો છે અને શોર્ટથી લઈને લોન્ગ ટર્મની પરિપ્રેક્ષ્યમાં આ સ્ટોકમાં દાવ લગાવવાની સલાહ આપી છે.
એક્સપર્ટે આ પાવરફુલ સ્ટોક પસંદ કર્યો
માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે મજબૂત સ્ટોક પસંદ કર્યો છે. શેરનું નામ Everest Industries છે. તમે આ સ્ટૉકમાં શોર્ટથી લઈને લોન્ગ ટર્મના પરિપ્રેક્ષ્યમાં દાવ લગાવી શકો છો. નિષ્ણાતે કહ્યું કે તેમણે અગાઉ ઓક્ટોબર 2021માં આ શેર ખરીદવાની સલાહ આપી હતી.
Everest Industries - Buy
CMP-1192
Target Price - 1350
Duration - 6-9 મહિના
આ પણ વાંચોઃ SIP: જાણો 5000, 8000, 10000 ના માસિક રોકાણથી કેટલા વર્ષમાં બનશો કરોડપતિ
એકસપર્ટે જણાવ્યું હતું કે આ સ્ટૉકમાં ઉપરના સ્તરેથી સુધારો આવ્યો છે. આ સ્ટૉક 1250ના સ્તરેથી સુધારીને હવે આ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતે કહ્યું કે આ કંપનીનું નેટવર્ક FMCG જેવી કંપની જેવું જ છે. તમે ઉલ્લેખિત લક્ષ્ય સાથે તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોકનો સમાવેશ કરી શકો છો.
કંપનીના ફંડામેન્ટલ્સ કેવા છે?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન કંપનીની વૃદ્ધિમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પાછળથી માર્ચ અને જૂનના ત્રિમાસિક ગાળામાં કંપનીએ સારી વૃદ્ધિ નોંધાવી છે અને સારો નફો પણ નોંધાવ્યો છે. કંપનીમાં પ્રમોટરોનું શેરહોલ્ડિંગ પણ સારું છે અને સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ સારો છે.
(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube