₹113 થી વધી ₹1200 પર પહોંચ્યો આ શેર, સ્ટોકમાં 962% નો વધારો, રોકાણકારો ગદગદ
KPIT Technologies shares: કેપીઆઈટી ટેક્નોલોજી લિમિટેડના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આઈટી સ્ટોક 12 ઓક્ટોબર, 2020ના 113.45 રૂપિયા પર બંધ થયો હતો.
KPIT Technologies shares: કેપીઆઈટી ટેક્નોલોજીઝ લિમિટેડનો શેર છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટીબેગરમાં પરિવર્તિત થઈ ગયો છે. આઈટી સ્ટોક જે 12 ઓક્ટોબર 2020ના 113.45 રૂપિયા પર બંધ થયો હતો. ચાલૂ સેશનમાં 1201 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. આ દરમિયાન સ્ટોકે 962% રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલા KPIT Technologies ના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 10.57 લાખ રૂપિયા હોત. તેની તુલનામાં આ દરમિયાન સેન્સેક્સ 63.44 ટકા વધ્યો છે. પાછલા સત્ર (12 ઓક્ટોબર) માં સ્ટોક 1237.80 રૂપિયાના પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. 19 ઓક્ટોબર 2022 ના તે ઘટીને 52 સપ્તાહના લો સ્તર 615.40 રૂપિયા પર આવી ગયો હતો.
કંપનીના શેરની સ્થિતિ
કેપીઆઈટી ટેક્નોલોજીસનો સ્ટોક બીએસઈ પર 1212.05 રૂપિયાના પાછલા બંધ સ્તરના મુકાબલે 1200 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 29729 કરોડ રૂપિયા રહ્યું. કંપનીના કુલ 0.44 લાખ સ્ટોકે બીએસઈ પર 32901 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. છેલ્લા એક વર્ષમાં સ્ટોકનો બીટા 0.7 છે, જે ખુબ ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. તકનીકી સંદર્ભમાં કેપીઆઈટી ટેક્નોલોજીનો રિલેટિસ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (આરએસઆઈ) 62 પર છે, જે દર્શાવે છે કે સ્ટોક ન તો ઓવરબોટ અને ન ઓવરસોલ્ડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. કેપીઆઈટી ટેક્નોલોજીનો શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી વધુ પર કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ ₹570 પર IPO નું લિસ્ટિંગ! 18 ઓક્ટોબરથી ઓપન થશે આઈપીઓ, ગ્રે માર્કેટમાં કંપનીની ધૂમ
શેરની પેટર્ન
એક વર્ષમાં આ શેરમાં 80.19 ટકા વધ્યો છે અને આ વર્ષે 72.43 ટકા ચઢ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શેરધારકોને રિટર્ન આપવાના મામલામાં કંપનીએ પોતાના કમ્પિટિટરથી સારૂ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન જ્યાં એલએન્ટટી ટેક્નોલોજી સર્વિસનો શેર 162 ટકા વધ્યો, તો પર્સિસ્ટેન્ટ સિસ્ટમ્સનો શેર 324.30 ટકા વધ્યો છે. એક અન્ય આઈટી સેવા ફર્મ કોફોર્જના શેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 80.09 ટકાનો વધારો થયો છે.
નાણાકીય પરિણામ
કેપીઆઈટી ટેક્નોલોજીએ જૂન 2023ના સમાપ્ત ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 53.57 ટકાના વાર્ષિક વધારા સાથે 134.43 કરોડ રૂપિયાનો વધારો નોંધ્યો, જે જૂન 2022ના ક્વાર્ટરમાં 85.4 કરોડ રૂપિયા હતો. માર્ચ 2023 ક્વાર્ટરથી નેટ પ્રોફિટ 111.6 કરોડ રૂપિયાથી 20.48 ટકા વધી ગયો. કામગીરીમાંથી એકીકૃત આવક પાછલા વર્ષની સરખામણીએ 60 ટકા વધીને રૂ. 1119.1 કરોડ અને FY24 ના જૂન ક્વાર્ટરમાં 7.89 ટકા વધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube