KRN Heat Exchanger IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં પૈસા લગાડવાનું વિચારી રહ્યાં છો તો આગામી સપ્તાહ તમારા માટે ખાસ રહેશે. આગામી સપ્તાહે ઘણી કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે. તેમાંથી એક મેન બોર્ડનો જબરદસ્ત આઈપીઓ પણ સામેલ છે. હકીકતમાં અમે જે આઈપીઓ વિશે વાત કરી રહ્યાં છીએ, ગ્રે માર્કેટમાં અત્યારથી તેના શેર 100 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. અમે જે વાત કરી રહ્યાં છીએ તે- કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનો આઈપીઓ છે. કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બરે બંધ થશે. મોટા (એન્કર) ઈન્વેસ્ટર 24 સપ્ટેમ્બરથી બોલી લગાવી શકશે. પ્રાઇઝ બેન્ડ 209-220 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચાલી રહ્યો છે GMP?
Investorgain.com પ્રમાણે કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડ આઈપીઓ ગ્રે માર્કેટમાં 223 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 443 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને આશરે 102 ટકા સુધીનો નફો થઈ શકે છે. મહત્વનું છે કે કંપનીના શેર 3 ઓક્ટોબરે લિસ્ટ થઈ શકે છે. 


શું છે વિગત
કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનો આઈપીઓ 342 કરોડ રૂપિયાનો છે. કંપનીએ તે માટે 209-220 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓનો ઈરાદો કંપનીની વિસ્તાર યોજનાઓને આગળ વધારવાનો છે. રાજસ્થાન સ્થિત આ કંપની હીટ વેન્ટિલેશન એર કંડીશનિંગ અને રેફ્રિજરેશન ઉદ્યોગ માટે ફિન અને ટ્યૂબ પ્રકારના હીટ એક્સચેન્જર્સ બનાવે છે. દસ્તાવેજો અનુસાર આઈપીઓમાં 1,55,43,000 નવા શેર સામેલ છે. તેની કુલ કિંમત 342 કરોડ રૂપિયા થાય છે.