ઝી મીડિયા/બ્યૂરો :જો તમે ટ્રેનથી સતત સફર કરતા રહો છો, અને રેલ ટિકિટ બુકિંગ કરતા હશો તો તમને માલૂમ હશે કે તમે એક IRCTC એકાઉન્ટમાંથી મહિનામાં 6 વાર ટિકિટ બુકિંગ કરી શકો છો. તેનાથી વધુ ટિકિટ બુક (Booking Update) કરવા માટે તમારે એકાઉન્ટ આધાર સાથે લિંક કરવાનું રહે છે. પંરતુ તમને હવે રેલવે ટિકિટ બુકિંગની રીત બદલવાની છે. માત્ર એક ટિકિટ માટે પણ તમારી પાસેથી આધારની માહિતી માંગવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC થી ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ
આઈઆરસીટીસીએ હવે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. હવે પછી જ તમે રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરવા જશો તો IRCTC તમારી પાસેથી પાન, આધાર કે પાસપોર્ટની માહિતી માંગશે. હકીકતમાં રેલવે ટિકિટના દલાલોને ટિકિટ બુકિંગ સિસ્ટમથી બહાર કરવા માટે IRCTC આ પગલુ ભરવા જઈ રહી છે. IRCTC એક નવી સિસ્ટમ પર તેજીથી કામ કરી રહ્યુ છે. જેમાં તમારે તમારું આધાર, PAN નંબરથી લિંક થવુ પડશે. IRCTC ની વેબસાઈટ કે એપના માધ્યમથી ટ્રેન ટિકિટ બુક કરવા માટે તમે જ્યારે લોગ ઈન કરશો તો તે આધાર, પાન કે પાસપોર્ટ નંબર માંગશે. 


PAN, Aadhaar થી લિંગ રહેશે રેલવે ટિકિટ
રેલવે સુરક્ષા દળ (RPF) ના ડાયરેક્ટર જનરલ અરુમ કુમારે જણાવ્યુ કે, રેલવે IRCTC ની સાથે આઈડેન્ટીટી ડોક્યુમેન્ટ્સ લિક કરવાની એક યોજના પર કામ કરી રહ્યું છે. પહેલા કૌભાંડની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હતી, તે હ્યુમન ઈન્ટેલિજન્સના આધાર પર થતી હતી. પરંતુ તેની અસર ન હતી. આખરે અમે ટિકિટ માટે લોગ ઈન કરતા સમયે પાન, આધાર કે ઓળખના બીજા દસ્તાવેજો સાથે લિંક કરવાનો નિર્ણય લીધો. તેનાથી અમે ટિકિટ બુકિંગમાં થતા કૌભાંડોને રોકી શકીએ છીએ.