Gold Rate Today: લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
Gold Rate Today: હાલ વેડિંગ સીઝન ચાલુ છે અને આવા સમયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળતા લોકોને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આમ જ ભાવ વધતો રહેશે તો શું થશે? જાણો આજનો સોના અને ચાંદીનો ભાવ.
સોના અને ચાંદીના ભાવમાં તાબડતોડ તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં આંતરરાષ્ટ્રીય બજારની જેમ ભાવ ઉછળી રહ્યા છે. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોનું 78,700 ની ઉપર પહોંચી ગયું જ્યારે રિટેલ ભાવ પણ ઉછાળા મારી રહ્યા છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
આજે બુધવારે વાયદા બજારમાં સોનું 454 રૂપિયા ઉછળીને 78,792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 78,338 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 102 રૂપિયાની તેજી સાથે 95,423 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે કાલે 95,525 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જિયો-પોલિટિકલ ટેન્શન અને યુએસ ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપની સંભાવનાઓને પગલે તેજી જોવા મળી રહી છે. બુધવારે સોનું બે અઠવાડિયાની ઊંચાઈ 2698 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. 25 નવેમ્બર બાદ તેમાં આ લેવલ જોવા મળ્યું છે. આ દરમિયાન યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 2734 ડોલરના લેવલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 31.93 ડોલરના ભાવ પર હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 694 રૂપિયા કૂદીને 77,869 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું. જે કાલે 77,175 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો. આજે ચાંદી 28 રૂપિયા ઉછળીને 92,838 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે કાલે 92,810 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.