કોમોડિટી બજારમાં એક્શન ચાલુ છે. સોનામાં રેકોર્ડ હાઈવાળી સ્થિતિ જોવા મળી રહી છે. ફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે. આજે એમસીએક્સ પર સોનું કારોબારની શરૂઆતમાં જ પહેલીવાર 77,500 ના લેવલે પહોંચ્યું. 77,564 ના લેવલ પર ખુલ્યું હતું અને ત્યારબાદ તેનાથી પણ ઉપર ગયું. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ પર નજર ફેરવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનું 471 રૂપિયાની તેજી સાથે 77,578 રૂપિયાના લેવલ પર પહોંચ્યું હતું. જે કાલે 77,107 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 987 રૂપિયા ચડીને 92,731 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર હતી. જે કાલે 91,744 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 522 રૂપિયા ચડીને 77,332 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 76,810 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આજે ચાંદીમાં પણ ઉછાળો છે. ચાંદી 335 રૂપિયા ઉછળીને 91,935 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી જે કાલે 91,600 રૂપિયાના સ્તરે હતી. 



ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.