સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કોમોડિટી બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો તો શરાફા બજારમાં સોનું અને ચાંદી બંને ઉછળ્યા છે. ગઈ કાલે જે ભાવ ઘટ્યા હતા તે અચાનક આજે વધી ગયા. જો તમારે સોનું લેવું હોય તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 241 રૂપિયા ઉછળીને 71,619 રૂપિયા પર પહોંચી ગયું છે. જે કાલે 71,378 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 221 રૂપિયા વધીને 65,603 રૂપિયા થયો છે જે કાલે 65,382 પર ક્લોઝ થયો હતો. ચાંદી આજે 671 રૂપિયા ઉછળીને 82,151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે જે કાલે 81,480 પર ક્લોઝ થઈ હતી. 


વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજારમાં જો કે મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે MCX પર સોનું 28 રૂપિયા તૂટીને 71,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 71,628 પર ક્લોઝ થયું હતું. બીજી બાજુ ચાંદી 177 રૂપિયા તૂટીને 83,468 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટ આજુબાજુ હતી. જે કાલે 83,645 પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.