Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટ
તહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
ભારતમાં સોના અને ચાંદીના દાગીના ખરીદવી એક પ્રકારે પરંપરા પણ ગણાતી હોય છે. ઘરમાં લગ્ન હોય કે પછી કોઈ ખાસ તહેવાર હોય. અનેક લોકો સોના અને ચાંદીના આભૂષણોની ખરીદી કરે છે. આજે દશેરાનો તહેવાર છે. આ દિવસે પણ લોકો વાહન અને સોનું ખરીદવાનું શુભ માને છે. તહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
સોનું થયું મોંઘુ
મનીકંટ્રોલના રિપોર્ટ મુજબ ભારતમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનું મોંઘુ થયું છે. આજે 22 કેરેટ સોનાના ભાવ 70960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 77410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલો છે. બજારના જાણકારોનું માનવું છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે. હાલના સમયમાં સોના અને ચાંદીના ભાવ આસમાનને આંબી રહ્યા છે.
જાણો કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ...
દિલ્હીમાં સોનાના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજનો સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 70,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ચાલી રહી છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
હાલના સમયમાં મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 70,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે.
બેંગ્લુરુમાં આજનો ભાવ
બેંગ્લુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 70,960 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
ચેન્નાઈમાં આજનો ભાવ
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 70,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીનો ભાવ
ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 96,100 રૂપિયા, દિલ્હીમાં 96,100 રૂપિયા, કોલકાતામાં 96,100 રૂપિયા અને બેંગ્લુરુમાં 94,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.