ભારતીય શરાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. જો કે સોનાના ભાવ 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 61 હજાર રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 પ્યોરિટીવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 55121 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભ ાવ 61497 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ બુધવારે સાંજે 24 કેરેટ સોનાનો ભાવ 55245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે આજે સવારે 55121 રૂપિયા થઈ ગયો. એ જ રીતે અન્ય કેરેટના સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. તથા ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે. 


આજનો સોના ચાંદીનો ભાવ
999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 124 રૂપિયા ગગડીને 55121 રૂપિયા થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 124 રૂપિયા ઘટીને 54900 રૂપિયા થયું છે. 916 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું 113 રૂપિયા તૂટીને 50491 રૂપિયે પહોંચ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 93 રૂપિયા સસ્તું થઈ 41341 રૂપિયાના ભાવે છે. જ્યારે 585 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 72 રૂપિયા સસ્તું થઈને 32246 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ 386 રૂપિયા તૂટીને 61497 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


'PM મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે છે ભારત'


ખેડૂતે પાક બચાવવા માટે ખેતરમાં કર્યો એવો જુગાડ, ટ્રિક થઈ વાયરલ


બાળકના જન્મ પછી કેટલા સમય પછી સેક્સ કરવું? નિષ્ણાતનો અભિપ્રાય ખાસ જાણો


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube