કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાય સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી છે. અચાનક ભાવમાં મોટો વધારો કે પછી મોટો ઘટાડો જોવા મળી જાય છે. ગઈ કાલે પણ સોનામાં મોટો વધારો જોવા મળ્યો. સોનું લેવાનું વિચારતા લોકો સાથે સાથે ચિંતા પણ જોવા મળી રહ્યા છે કે આખરે આટલા ભાવ હશે તો આગળ કરવું શું? જો કે સોનામાં કાલે એક રાહત જોવા મળી છે. જાણો શું છે લેટેસ્ટ ભાવ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ક્લોઝિંગ રેટ્સે આપી રાહત
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં રાહત જોવા મળી છે. ઓપનિંગ રેટમાં 564 રૂપિયા ઉછળીને 72,726 પર પહોંચેલું સોનું સાંજ પડ્યે ક્લોઝિંગ રેટમાં સપાટ રેટ પર જોવા મળ્યું હતું. એટલે કે બહું વધારો નોંધાયો નહતો. 20 રૂપિયાના મામૂલી વધારા સાથે ભાવ 72,746 રૂપિયા પર ક્લોઝ થયો હતો. એજ રીતે 916 પ્યોરિટીવાળા ગોલ્ડમાં પણ ગઈ કાલે ઓપનિંગ રેટમાં 517 રૂપિયાના વધારા સાથે 66,617 ભાવ જોવા મળ્યો હતો. જે ક્લોઝિંગ રેટમાં 18 રૂપિયાના વધારા સાથે 66,635 રૂપિયાના સ્તરે પહોચ્યો હતો. 


[[{"fid":"564702","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ તો સાવ ફ્લેટ જોવા મળ્યો એટલે કે ઓપનિંગ રેટ 90,666 રૂપિયા હતો જ્યારે ક્લોઝિંગમાં પણ એ જ ભાવ જોવા મળ્યો એટલે કે કોઈ સુધારો જોવા મળ્યો નહતો. 90,666 રૂપિયા પર જ ચાંદી ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.