કોમોડિટી બજારમાં મેટલ્સમાં સોમવારે મિક્સ રિસ્પોન્સ જોવા મળ્યો. સોનું ફ્લેટ ટ્રેડિંગ કરતું જોવા મળ્યું જ્યારે ચાંદીમાં તેજી હતી. જો કે શરાફા બજારમાં સોનું અને ચાંદી બને ઉછળેલા જોવા મળ્યા છે. જો તમે પણ સોના અને ચાંદીની વસ્તુ કે દાગીના લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક  કરી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું  76,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ  થતું જોવા મળ્યું. તેમાં નહિવત ફેરફાર જોવા મળ્યો. જ્યારે ચાંદી 511 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઉછાળા પર જોવા મળી અને તે 88,903 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહી હતી. જે ગત કારોબારી સેશનમાં 88,392 રૂપિયા પર બંધ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 787 રૂપિયા ઉછળીને 76164 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. શુક્રવારે તે 75377 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 2267 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તે 87400 રૂપિયા પ્રતિ કલાકની સપાટીએ પહોંચી ગઈ જે શુક્રવારે 85133 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.