બજેટમાં કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કર્યા બાદ સોનું અને ચાંદી જબરદસ્ત ગગડ્યા હતાં પરંતુ ત્યારબાદના સપ્તાહમાં સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો. ગઈ કાલે પણ સોનું અને ચાંદી તેજી સાથે ખુલ્યા હતા પરંતુ ત્યારબાદ IBJA રેટ્સ જોઈએ તો ભાવ તૂટીને બંધ થયા હતા. સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું શુક્રવારે 754 રૂપિયા ઉછળીને 70,475 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં મામૂલી 83 રૂપિયા ગગડીને 70,392 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં સવારે મામૂલી ઉછાળો જોવા મળ્યો અને 86 રૂપિયા વધીને 83,550 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. પરંતુ સાંજ પડ્યે 41 રૂપિયા ગગડીને 83,501 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


[[{"fid":"576492","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.