આજે વર્ષના પહેલા દિવસે શરાફા બજાર અને વાયદા બજારમાં સોનું ઉછાળા સાથે જોવા મળ્યું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સામાન્ય તેજી સાથે હતું. જ્યારં ચાંદી પણ વધારા સાથે હતી. જ્યારે શરાફા બજારમાં પણ સોનું ઉછળ્યું છે અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો. 2024માં સોના અને ચાંદીમાં જબરદસ્ત રિટર્ન મળ્યું છે. ગત વર્ષે સોનામાં 21%ની તેજી રહી. 2025માં ટ્ર્મ્પની આર્થિક પોલીસી અને ફેડ પર બજારનું ફોકસ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં આજે ભાવ
આજે સવારે વાયદા બજારમાં સોનું 93 રૂપિયાની તેજી સાથે 76,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 76,748 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી 173 રૂપિયાની તેજી સાથે 87,406 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 87,233 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 372 રૂપિયા ઉછળીને 76,534 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 76,162 રૂપિયા પર ક્લોઝ  થયું હતું. જ્યારે ચાંદીમાં 117 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આજે 85,900 રૂપિયાની સપાટીએ પહોંચી છે. જે કાલે 86,017 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)