Latest Gold Rate: સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ દોડો....નહીં તો પસ્તાશો, જાણો 10 ગ્રામ સોનાનો રેટ
Gold Price Today: નબળા ગ્લોબલ સંકેતોના પગલે સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો હતો. જો કે હવે સોનું ઉપર ચડી રહ્યું છે. ગઈ કાલે સામાન્ય તેજી જોવા મળી હતી જે શરાફા બજારમાં આજે પણ ચાલુ છે. ઓગસ્ટ 2020માં 56200નો રેકોર્ડ બનાવનારું સોનું આ વર્ષે તો 60,000ને પાર પહોંચી ગયું હતું. પરંતુ હવે ભાવ ઘટ્યા પરંતુ આમ છતાં આજે તેજીનો માહોલ છે. માર્કેટ એક્સપર્ટ આ વર્ષે દિવાળીમાં સોનાના ભાવ 65,000 રૂપિયા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
Gold Price Today: નબળા ગ્લોબલ સંકેતોના પગલે સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો હતો. જો કે હવે સોનું ઉપર ચડી રહ્યું છે. ગઈ કાલે સામાન્ય તેજી જોવા મળી હતી જે શરાફા બજારમાં આજે પણ ચાલુ છે. ઓગસ્ટ 2020માં 56200નો રેકોર્ડ બનાવનારું સોનું આ વર્ષે તો 60,000ને પાર પહોંચી ગયું હતું. પરંતુ હવે ભાવ ઘટ્યા પરંતુ આમ છતાં આજે તેજીનો માહોલ છે. માર્કેટ એક્સપર્ટ આ વર્ષે દિવાળીમાં સોનાના ભાવ 65,000 રૂપિયા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 80,000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. શરાફા બજારમાં શું ભાવ છે તે ખાસ જાણો
સોના ચાંદીના આજના ભાવ
શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સોનાના અલગ અલગ પ્યોરિટી પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 141 રૂપિયા વધીને ભાવ 59106 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 140 રૂપિયાની તેજી સાથે ભાવ 58869 રૂપિયા પર પહોંચ્યો છે. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામના ગોલ્ડના ભાવમાં 129 રૂપિયા વધ્યા છે અને ભાવ 54141 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનામાં 106 રૂપિયા વધ્યા અને ભાવ 44330ના સ્તરે પહોંચ્યો. 585 પ્યોરિટીવાળા ગોલ્ડના ભાવમાં 82 રૂપિયા ચડીને ભાવ 34577 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો કિલોએ 120 રૂપિયા વધ્યા છે અને ભાવ હાલ 69620 ના સ્તરે પહોંચ્યો છે.
(સોનાના 10 ગ્રામના ભાવ, ચાંદીનો પ્રતિ કિલો ભાવ)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube