નવી દિલ્હી: RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને બે દિવસ પહેલા કહ્યું હતું કે, તે રેપો રેટ કટનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડે. એમની અપીલ બાદ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક SBI એ MCLR માં 5 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના અન્ય ધિરાણ સસ્તા થશે. બેંકે બધી જ પ્રકારની લોન માટે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડાને પગલે એક વર્ષની લોન માટે વ્યાજ દર 8.45 ટકાથી ઘટીને 8.40 ટકા થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઇનું કહેવું છે કે, આના પરિણામ સ્વરૂપ MCLR સાથે જોડાયેલ તમામ પ્રકારની લોન પર વ્યાજ દર 10 જુલાઇ 2019થી પાંચ પોઇન્ટ ઘટશે. નાણાકીય વર્ષ 2019-20માં આ ત્રીજી વખત વ્યાજ દરનો ઘટાડો છે. આ ઘટાડાને પગલે હોમ લોન 10 એપ્રિલથી 0.20 ટકા સુધી સસ્તી થઇ શકે છે. 


અહીં નોંધનિય છે કે, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, રેપો રેટમાં અત્યાર સુધી 75 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રાહકો સુધી આનો લાભ પુરતો પહોંચ્યો નથી. માંડ ત્રીજા ભાગનો જ લાભ પહોંચ્યો છે. એમણે એ પણ કહ્યું અગાઉની સરખામણીએ રેટ કટ ટ્રાન્સમિશનમાં હવે ઓછો સમય લાગે છે. અગાઉ આ કામ માટે ઓછામાં ઓછા છ મહિના લાગતા હતા. પરંતુ હવે માંડ 2-3 મહિનામાં જ ગ્રાહકોનો આ લાભ પહોંચાડી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર