નવી દિલ્હીઃ બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે ઘટોડો થયો હતો. ત્યારબાદ રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. તો ડીઝલના ભાવમાં શુક્રવારથી કોઈ ફેરફાર થયો નથી. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 70.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તો ડીઝલની કિંમત 65.71 રૂપિયા પ્રતિ લીટર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી
પેટ્રોલઃ 70.74
ડીઝલઃ 65.71


મુંબઈ
પેટ્રોલઃ 76.37
ડીઝલઃ 68.71


કોલકત્તા
પેટ્રોલઃ 72.84
ડીઝલઃ 67.49


ચેન્નઈ
પેટ્રોલઃ 73.43
ડીઝલઃ 69.41


કેમ નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાની કિંમતના આધાર પર દેશમાં પેટ્રેલ-ડીઝલના ભાવ નક્કી થાય છે.