ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર, જાણો શું કરવું જરૂરી છે?
Kisan Mandhan Yojana: કિસાન માનધન યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને દર મહિને પેન્શન આપે છે. શું છે આ યોજનામાં અરજી કરવાની રીત. ચલો તમને જણાવી દઈએ.
Kisan Mandhan Yojana: ભારતની વસ્તીના 50 ટકા થી વધારે ભાગ ખેતી અને ખેતી પર પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ ભારતમાં ઘણા બધા ખેડૂત એવા છે, જેમની પાસે ખેતી માટે વધારે જમીન નથી, જે ખેતી કરીને વધારે કમાણી મેળવી શકતા નથી. આ પ્રકારના ખેડૂતોને ભારત સરકાર આર્થિક સહાય આપે છે.
ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ચલાવે છે. પરંતુ એટલું જ નહીં, ભારત સરકાર ખેડૂતોને પેન્શન આપવાની પણ વ્યવસ્થા કરે છે. સરકાર તેના માટે કિસાન માનધન યોજના ચલાવે છે. જેના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. શું છે આ યોજનામાં અરજી કરવાની રીત. ચલો તમને જણાવી દઈએ.
ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન
ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત કરી હતી. સરકારની આ યોજનાનો હેતું દેશના ગરીબ ખેડૂતોને તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય આપવાનો છે. ભારતમાં ઘણા બધા ખેડૂતો એવા છે, જેમની પાસે વધારે જમીન નથી, જે ખેતી કરીને વૃદ્ધાવસ્થા દરમિયાન રૂપિયા બચાવી શકતા નથી. એવા ખેડૂતો પોતાની વૃદ્ધાવસ્થામાં બીજોનો સહારો ના બનવું પડે તેના માટે ભારત સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરતા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચાલું કરી હતી.
જેનો લાભ દેશના ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજના હેઠળ કોઈ પણ નાનું અને સીમાંત ખેડૂત લાભ લઈ શકે છે. યોજનામાં જો ખેડૂત 18 વર્ષની ઉંમરમાં અરજી કરે છે તો તેણે દર મહીને 55 રૂપિયા જમા કરાવવા પડશે. જેટલા રૂપિયા યોજનામાં ખેડૂત જમા કરાવે છે, એટલા જ રૂપિયાનું યોગદાન સરકાર તરફથી કરવામાં આવે છે. આ યોજના 60 વર્ષ પછી દર મહીને ખેડૂતને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.
આ રીતે તકો અરજી
યોજનાનો લાભ મેળવવા માટે તમારે એક અરજ કરવાની રહેશે. અરજી કરવા માટે અરજદારની ઉંમર 18થી 40 વર્ષની હોવી જોઈએ. અરજદાર ઈન્કમટેક્ષના દાયરામાં ના હોવો જોઈએ. તેની સાથે જ અરજદારનું ખાતું ઈપીએફઓ, એનપીએસ અને ઈએસઆઈસી જેવી યોજનાઓમાં પણ ના હોવું જોઈએ. યોજનામાં અરજી કરવા માટે ખેડૂતને સરકારની ઓફિશિયલ વેબસાઈટ https://maandhan.in/ પર જવાનું રહેશે.
ત્યારબાદ ત્યાં સેલ્ફ એનરોલમેન્ટ પર ક્લિક કરવાનું રહેશએ, પછી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને દાખલ કરીને રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં માંગવામાં આવેલી સંપૂર્ણ જાણકારી ભરવી પડશે. યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, પ્રુફ ઓફ એડ્રેસ મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જરૂરી છે.