નવી દિલ્હીઃ નોઇડા સ્થિત ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની Wroley એ એક સાથે ત્રણ ઇલેક્ટ્રિક સ્કૂટર - Wroley Mars, Platina અને Posh લોન્ચ કર્યા છે. મીડિયમ બજેટમાં આવનાર આ ત્રણેય ઇ-સ્કૂટરમાં તમને શાનદાર રેન્જ અને અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરની કિંમત ₹66,000 થી શરૂ થાય છે અને તેમાં તમને 90 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફીચર્સની વાત કરીએ તો આ ત્રણેય સ્કૂટરમાં તમને ડિજિટલ ડિસ્પ્લે, રિવર્સ મોડ, એન્ટી થેફ્ટ, એલાર્મ, પાર્કિંગ મોડ, એલોય વ્હીલ અને ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત છે કે ત્રણેય લો-સ્પીડવાળા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેના માટે તમારે રજીસ્ટ્રેશનની જરૂર પડશે નહીં. 


Wroley Mars કિંમત અને ખાસિયત
આ સૌથી સસ્તુ સ્કૂટર છે અને તેની કિંમત 66 હજાર એક્સ-શોરૂમ છે. સ્કૂટર કુલ 4 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં  40v 30amp ની બેટરી આપવામાં આવી છે. કંપની પ્રમાણે સ્કૂટર ફુલ ચાર્જમાં 75 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે. 


આ પણ વાંચોઃ પત્નીના નામે આજે જ ખોલાવો આ સ્પેશિયલ એકાઉન્ટ, દર મહિને મળશે 44,793 રૂપિયા, જાણો રીત


Wroley Platina કિંમત અને ખાસિયત
બીજા મોડલની કિંમત 73,700 રૂપિયા એક્સ-શોરૂમ છે. સ્કૂટર કુલ 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 60v 30amp ની બેટરી આપવામાં આવી છે. કંપની પ્રમાણે સ્કૂટર ફુલ ચાર્જમાં 90 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. 


Wroley Posh કિંમત અને ખાસિયત
આ કંપનીનું પ્રીમિયમ સ્કૂટર છે, જેની કિંમત 78,100 રૂપિયા એક્સ-શોરૂમ છે. સ્કૂટરનો લુક વેસ્પાની યાદ અપાવે છે. સ્કૂટર કુલ 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 60v 30amp ની બેટરી આપવામાં આવી છે. કંપની પ્રમાણે સ્કૂટર ફુલ ચાર્જમાં 90 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube