નવી દિલ્હી: દેશની સૌથી પ્રસિદ્ધ બાઇક નિર્માતા કંપની બજાજ પોતાની સૌથી ફેમસ મોડલ પલ્સપને નવા રંગ રૂપ સાથે લોન્ચ કરી રહી છે. કંપનીએ હવે સૌથી સસ્તી પલ્સપ રોડ પર ઉતારવા જઇ રહી છે. આ માટે બજાજ પલ્સરને 125 સીસીના વેરિએન્ટલમાં લોન્ચ કરવામાં આવી રહી છે. 125 સીસી પલ્સર હવે 135 સીસી પલ્સરનું સ્થન લેશે. કંપની પાસે 125 સીસી સેગમેન્ટમાં ડિસ્કવર પહેલાથી છે. પરંતુ પલ્સરની કિંમતો ડિસ્કવર કરતા થોડી વધારે રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજાજે નવીBajaj Pulsar NS 125 ને પોલેન્ડમાં લોન્ચ કરી હતી. જલ્દી તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. બજાજની આ નવી પલ્સર 135 સીસી પલ્સર જેવી જ છે. અને તેનો લુક તેને મળતો જ આવે છે. કંપનીએ ઓછામાં ઓછી રેન્જના ગ્રાહકોને ધ્યાને રાખીને આ બાઇક લોન્ચ કરી છે, જેમાં ડબલ સીટોમાં સેટ અપ કરવામાં પણ કરી દેવામાં આવી છે. 


શું છે ખાસિયતો 
બજાજની નવી 125 સીસી પલ્સરમાં સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, વાલ્વ, ફ્યુઅલ ઇનિજેક્ટેડ ડીટીએસઆઇ વાળુ 124.4 સીસીનું એન્જીન આપાવામાં આવ્યું છે. આ એન્જીન 12 એચ પી 11ઓનએમ ટોર્ક ઉત્પન કરી શકે છે. બાઇકના આગળના ટાયરમાં ડિસ્ક અને પાછળના ટાયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. જેમાં 5 સ્પિડ ગેરબોક્સ આપવામાં આવ્યું છે. આમા ફ્યૂલ ઇન્જેક્શન અને સીબીએસ ફીચર્સ આપવામાં આવ્યું છે. બજાજની નવી પલ્સરમાં ટેલિસ્કોપિક ફોર્ક અને મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યું છે.


જબરદસ્ત માઈલેજ આપશે આ નવી સેન્ટ્રો કાર, માત્ર આટલા રૂપિયામાં કરાવી શકશો બુક



Shine અનેGlamour સાથે થશે ટક્કર 
ટુવ્હીલરના 125 સીસી સેગમેન્ટમાં ભારતીય રોડ પર હીરોહોન્ડાની Passion, હીરોની Glamour અને હોન્ડની shineનો દબદબો છે. બજારમાં ડિસ્કવર પણ આ કંપનીઓને સારી એવી ટક્કર આપી રહી છે. પરંતુ પલ્સરની વધી રહેલી માંગને ધ્યાને રાખીને કંપનીએ પલ્સરને 125 સીસી સેંગમેન્ટમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 125 સીસી પલ્સરથી હીરો અને હોન્ડા, બંન્નેએ કોમ્પીટીશનનો સામનો કરવો પડશે