નવી દિલ્હીઃ આપણે જીવનમાં સફળ થવા, વધુ પૈસા કમાવા અને ખુશ રહેવા ઈચ્છીએ છીએ. પરંતુ આપણામાંથી ખુબ ઓછા લોકોને આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો તેને ભાગ્યની રમત માને છે. બની શકે તેમાં થોડું તથ્ય હોય પરંતુ એવું નથી કે માત્ર ભાગ્યના સહારે દરેક ખુશી મળે છે. જો તમે જીવનની શરૂઆતથી સંપૂર્ણ રીતે પ્લાનિંગ કરો છો તો તમે સરળતાથી ન માત્ર ધનવાન બની શકો છો, પરંતુ આજીવન ચિંતા મુક્ત રહી શકો છો. તમારી પાસે કોઈ મુશ્કેલી પણ આવશે નહીં. તમે પૂછી શકો કે આ કઈ રીતે સંભવ છે. તો તેનો જવાબ છે કે તમે 3*3*3 નો રૂલ જાણો અને તમારા જીવનમાં અમલમાં પણ લાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3*3*3 ના રૂલની વિગત જાણો


3- ક્રિટિકલ કંપોમેન્ટ


જીવન વીમાઃ નાણાકીય સુરક્ષા માટે જરૂરીયાત પ્રમાણે જીવન વીમા પોલિસી જરૂર કરાવો. 


હેલ્થ ઈન્શ્યોરન્સઃ આજકાલ બીમારીની સારવારનો ખર્ચ ખુબ વધી ગયો છે. તેનાથી બચવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂર લો. 


ઈમરજન્સી ફંડઃ ભવિષ્યમાં આવનારા સંકટ માટે તમારી કમાણીના છ મહિનાના બરાબર ઈમરજન્સી ભંડ જરૂર ભેગું કરો. 


આ પણ વાંચોઃ શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ? તો ખાસ વાંચો અહેવાલ નહીં તો પેટ ભરીને પસ્તાશો


3- વસ્તુ આજના સમયની જરૂરીયાત


નેશનલ પેન્શન સિસ્ટમઃ નિવૃત્તિ બાદ સુખી જીવન જીવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં જરૂર રોકાણ કરો. 


સોવરેન ગોલ્ડ બોન્ડઃ ફિઝિકલ સોનું ખરીદવાની જગ્યાએ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો. તેના પર તમને વધુ રિટર્ન મળશે. 


લોન ચુકવવાનું પ્લાનિંગઃ કમાણીમાંથી હોમ-કાર લોન સહિત બીજી લોનની ઈએમઆઈ ચુકવવા માટે એક પ્લાનિંગ જરૂર બનાવો. 


3- પૈસા બનાવવાના મશીન

મ્યૂચુઅલ ફંડમાં રોકાણઃ મોઘવારી પર વિજય મેળવવા માટે મ્યૂચુઅલ ફંડમાં સિપ દ્વારા રોકાણ રેગ્યુલર કરો. આ મોટી રકમ બનાવી દેશે. 


રિયલ એસ્ટેટઃ લાંબા સમય માટે શેર બજારની જગ્યાએ રિયલ એસ્ટેટમાં રોકાણ કરો. ટેન્શન રિટર્નની સાથે આ વધુ રિટર્ન આપશે. 


સ્ટોક્સઃ ઇક્વિટીએ હંમેશા સારૂ રિટર્ન આપ્યું છે. એક ઈન્વેસ્ટર તરીકે સારી કંપનીઓ પસંદ કરો અને તેના સ્ટોક્સમાં રોકાણ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube