Investment Plan: સરકાર દરેક વર્ગના લોકોને આર્થિક રીતે સશક્ત કરવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં દૈનિક નાની બચત કરીને પણ લોકો ભવિષ્યમાં મોટું રિટર્ન મેળવી શકે છે. આવી યોજનાઓ અંતર્ગત એલઆઈસી પણ અલગ અલગ ઉંમરના લોકો માટે અલગ અલગ પ્લાન ચલાવે છે. જેમાંથી કેટલાક પ્લાન એવા હોય છે જેમાં ઓછા રોકાણમાં સારું રિટર્ન મળે છે. આવો જ પ્લાન છે આધાર શીલા પ્લાન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 'કોલેજનું ભણતર ના લાગ્યું કામ, 100 મિલિયન ડોલરની કંપનીની CEOએ ખોલ્યા આ રાજ


એલ.આઇ.સી નો આધાર શીલા પ્લાન મહિલાઓ માટે છે. આ પ્લાન અંતર્ગત તમે રોજના 87 રૂપિયાની બચત કરીને પણ મેચ્યોરિટી પિરિયડ સુધીમાં 11 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો. તો ચાલો તમને પણ જણાવીએ આ પોલિસી ની વિગતો વિશે અને તેમાં રોકાણ કેવી રીતે અને કોણ કરી શકે. 


આ પણ વાંચો:Black Friday: બ્લેક ફ્રાઇડે શું છે? શા માટે અમેરિકનો આ દિવસે કરે છે આડેધડ ખરીદી?


એલ.આઇ.સી ના આધાર શીલા પ્લાન અંતર્ગત મહિલાઓ નાની બચત કરીને સારી એવી રકમ મેળવી શકે છે. જેમાં મહિલાઓએ રોજના 87 રૂપિયા બચાવવાના હોય છે. રોજના 87 રૂપિયા બચાવવાથી વર્ષે તમારી પાસે 31,755 રૂપિયા જમા થશે. એટલે કે વર્ષે તમે આધાર શીલા યોજનામાં 31,000 થી વધુ ની રકમ જમા કરી શકશો.


આ પણ વાંચો:આ સ્ટોક સાબિત થયા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1500 ટકાનું છપ્પરફાડ રિટર્ન


આધાર શીલા યોજનાની પરિપક્વતા 70 વર્ષની છે. આ યોજનામાં રોજનું રોકાણ શરૂ કર્યા પછી મેચ્યોરિટી સુધીમાં 11 લાખ સુધીનો ફાયદો થાય છે. આ યોજના અંતર્ગત વ્યક્તિ ઓછામાં ઓછા 75 હજારથી વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. પોલીસીની ન્યુનત્તમ અવધી 10 વર્ષ અને 20 વર્ષ સુધીની છે. 55 વર્ષ સુધીની મહિલા એલઆઇસીની આધાર શીલા યોજનામાં રોકાણ કોઈપણ સમયે શરૂ કરી શકે છે. મહિલાઓ માટે પૈસા બચાવવાનો અને સારું રિટર્ન મેળવવાનો આ સૌથી સારો પ્લાન છે.