LIC નો આજે સ્થાપના દિવસ, જાણો કઈ રીતે થઈ હતી Life Insurance Corporation નો જન્મ
LICનું સ્લોગન યોગક્ષેમ્મ વહામ્યહમ છે. જેનો અર્થ અંગ્રેજીમાં થાય છે `તમારું કલ્યાણ અમારી જવાબદારી છે`. આ ભગવદ ગીતાના ૯ માં અધ્યાયના 22માં શ્લોકમાથી આવ્યું છે. ભારતીય જીવન વીમા નિગમનું મુંબઈમાં આવેલું છે.. ભારતીય જીવન વીમા નિગમ એ 2045થી વધુ કોમ્પ્યુટરાઇઝ શાખા કચેરીઓ 110થી વધુ વિભાગીય કચેરીઓ, 1380થી વધુ સેટેલાઈટ કચેરીઓ અને કોર્પોરેટ ઓફિસ સાથે કામ કરે છે.
નવી દિલ્હીઃ જીવન કે સાથ ભી ઓર જીવન કે બાદ ભી...આ સૂત્ર તો તમે સાંભળ્યું જ હશે.....આજે 1 સ્પ્ટેમ્બર એટલે કે ભારતીય જીવન વીમા નિગમનો સ્થાપના દિવસ...1 સ્પ્ટેમ્બર 1956ના દિવસે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય જીવન વીમા નિગમને ટૂંકમાં LIC તરીકે પણ ઓળખવામાં આવે છે. LIC સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે. LIC દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે.
ભારતની સંસદે 19 જૂન 1956ના રોજ લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા એક્ટ બનાવીને ભારતીય જીવન વીમા નિગમ 1 સપ્ટેમબરના રોજ સ્થાપ્યું હતું. જેમાં 245 ખાનગી જીવન વીમા કંપનીઓ અને જીવન વીમા સેવા પ્રદાન કરતી કંપનીઓના વ્યવસાયને એકીકૃત કરવામાં આવે છે.
LICનું સ્લોગન યોગક્ષેમ્મ વહામ્યહમ છે. જેનો અર્થ અંગ્રેજીમાં થાય છે 'તમારું કલ્યાણ અમારી જવાબદારી છે'. આ ભગવદ ગીતાના ૯ માં અધ્યાયના 22માં શ્લોકમાથી આવ્યું છે. ભારતીય જીવન વીમા નિગમનું મુંબઈમાં આવેલું છે.. ભારતીય જીવન વીમા નિગમ એ 2045થી વધુ કોમ્પ્યુટરાઇઝ શાખા કચેરીઓ 110થી વધુ વિભાગીય કચેરીઓ, 1380થી વધુ સેટેલાઈટ કચેરીઓ અને કોર્પોરેટ ઓફિસ સાથે કામ કરે છે.
ભારતની પ્રથમ જીવન વીમા કંપની ઓરિએંટલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની હતી જેની સ્થાપના કલકત્તામાં વર્ષ 1818ના રોજ કરવામાં આવી હતી. આ કંપની યુરોપિયનોએ ખોલી હતી અને ભારતીયો પાસેથી વધુ પ્રીમિયમ વસૂલવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનાથ ટાગોરે હિંદુસ્તાન વીમા સોસાયટીની સ્થાપના કરી હતી. જે પાછળથી જીવન વીમા નિગમ તરીકે ઓળખાઈ. વર્ષ 1870 માં સ્થાપવામાં આવેલી બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઈન્સ્યોરન્સ સોસાયટી એ પ્રથમ ભારતીય વીમા કંપની હતી.
આઝાદી પહેલાના સમયમાં સ્થાપિત અન્ય વીમા કંપનીઓ:
પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ
ભારત વીમા કંપની
સંયુક્ત ભારત
રાષ્ટ્રીય ભારતીય
રાષ્ટ્રીય વીમો
સહકારી ખાતરી
હિન્દુસ્તાન સહકારી
ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ
ભારતીય મર્કન્ટાઇલ
સામાન્ય ખાતરી
સ્વદેશી જીવન (બાદમાં બોમ્બે લાઇફ)
સહ્યાદ્રી વીમો
1- LICની ઓનલાઈન સેવા-
LIC ઓનલાઈન સેવા આપે છે...જેમાં કોર્પોરેટ પોર્ટલ, ઓનલાઈન પ્રીમિયામની ચુકવણી સહિતના સેવાનો સમાવેશ થાય છે...તમે તમારા ફોનમાં લોગઈન કરીને તમારી LIC પોલીસીની વિગતો પણ ચકાસી શકો છો..પોર્ટલને એક્સેસ કરવા માટે LIC ઈન્ડિયા સાથે નોંધણી કરાવવી પડશે....
2- LIC એજન્ટ પોર્ટલ-
LIC એજન્ટ માટે લોગ ઈન કરવા અને તેમને જોઈતી તમામ માહિતી મેળવવા માટે ડિઝાઈન કરવામાં આવેલ LIC એજન્ટ પોર્ટલ છે...જે એજન્ટોને તેમના થકી વેચવામાં આવલી તમામ પોલીસીને ટ્રેક રાખવાની મંજૂરી આપે છે...
3- LIC ગ્રાહક પોર્ટલ-
LICની વેબસાઈટ પર એક ગ્રાહક પોર્ટલ પણ ઉપલબ્ધ છે...ગ્રાહક પોર્ટલ વપરાશકર્તાઓને તેમની LIC પોલીસીની સ્થિતિને ટ્રેક કરવામાં અને આગામી પ્રીમિયમની નિયત તારીખો જેવી અન્ય માહિતી તપાસવામાં મદદ કરે છે......
હવે જાણીશું જીવન વીમા પોલીસ વિશે...અને જીવન વિમા પોલીસીના પ્રકાર
જીવન વીમો પોલિસી તમને કટોકટીના સમયે નાણાકીય કવર અને તમને અને તમારા પરિવારને ખાતરીની ભાવના પ્રદાન કરે છે. દરેક જીવનવીમા ટાઈપને અન્ય લાભો સાથે તેનું પોતાનું ચોક્કસ પ્રકારનું કવર છે...
જીવન વિમા પોલીસીના પ્રકાર-
1- ટર્મ ઈન્સ્યોરન્સ-
ટર્મ લાઇફ ઈન્સ્યોરન્સ પ્લાનએ જીવન વીમાનો સૌથી શુદ્ધ પ્રકાર છે. તે તમને કોઈપણ બચત અથવા નફાના ઘટકો વિના જીવન કવર પ્રદાન કરે છે. ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન એ જીવન વીમામાં સૌથી વધુ સસ્તું છે કારણ કે અન્ય જીવન વીમા યોજનાઓની તુલનામાં તેના પ્રીમિયમ ખૂબ સસ્તા છે.
2- એન્ડોમેન્ટ પ્લાન-
એન્ડોમેન્ટ પ્લાન એ પરંપરાગત જીવન વીમા પોલિસી છે જે વીમા અને બચતનું સંયોજન છે. એન્ડોવમેન્ટ પ્લાનમાં, જો જીવન વીમાધારક પોલિસીની અવધિ કરતાં વધુ જીવે છે, તો વીમા કંપની પોલિસીધારકને પાકતી મુદતનો લાભ ચૂકવે છે. કેટલીક એન્ડોમેન્ટ યોજનાઓ સમયાંતરે બોનસ ઓફર કરી શકે છે જે પરિપક્વતા પર અથવા પોલિસીધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવે છે.
3- યુનિટ લિકડ ઈન્સ્યોરન્સ પ્લાન-
યુનિટ લિંક્ડ વીમા યોજના એ રોકાણ અને વીમાનું સંપૂર્ણ મિશ્રણ છે. ULIP પ્લાન માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમનો એક હિસ્સો વીમા કવચ તરીકે ઉપયોગમાં લેવાય છે અને એક ભાગનું વિવિધ ફંડ્સમાં રોકાણ કરવામાં આવે છે.
4- મની બેક પોલીસી-
મની બેક લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાનમાં સર્વાઈવલ બેનિફિટ તરીકે, વીમાની રકમનો એક ભાગ નિયમિત અંતરાલે સીધો વીમાધારકને ચૂકવવામાં આવે છે. આ રીતે પોલિસીધારક ટૂંકા ગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરી શકે છે.
5-રીટાયરમેન્ટ પ્લાન-
આ વીમા પોલીસીમાં તમારે તમારા કાર્યકાળ દરમિયાન ક્ષમતા પ્રમાણે નિશ્ચિત સમયગાળા પર રોકાણ કરવાનું હોય છે. નિવૃતિ બાદ તમને એક નિશ્ચિત રકમ પેન્શનના સ્વરૂપમાં દર મહીને મળતી હોય છે.