નવી દિલ્હી: LIC IPO UPDATE : જ્યારથી નાણામંત્રીએ બજેટ ભાષણમાં LICના IPO અંગે અપડેટ આપ્યું છે, ત્યારથી રોકાણકારો આ IPO ના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ એલઆઈસીના આઈપીઓની રાહ જોઈ રહ્યા છો, તો તે ટૂંક સમયમાં તમને આનંદના સમાચાર મળવાના છે. દેશનો સૌથી મોટો IPO 10 માર્ચે ખૂલવાની ધારણા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2100 રૂપિયા સુધી હોઈ શકે છે બેઝ પ્રાઈસ
એલઆઈસીનો આઈપીઓ ખોલવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કંપનીની ઈશ્યૂ કિંમત 2000-2100 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. રવિવારે સેબીમાં સબમિટ કરાયેલા ડ્રાફ્ટ અનુસાર, LICના ઇશ્યૂનું કદ રૂ. 63,000 કરોડ સુધીનું હોઇ શકે છે.


14 માર્ચ સુધી કરી શકો છો સબ્સ્ક્રાઇબ!
સૂત્રોનું એવું પણ કહેવું છે કે 10 માર્ચે ખૂલતા આ IPOમાં 14 માર્ચ સુધી સબસ્ક્રાઇબ કરવાનો સમય હશે. LIC પોલિસી ધારકો પણ આ IPOમાં રોકાણ કરી શકે છે, તેનો 10 ટકા તેમના માટે આરક્ષિત રહેશે. કંપનીના પોલિસીધારકો અને કર્મચારીઓને પણ ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ LICના IPO સાથે જોડાયેલી 10 મહત્વની બાબતો...


જરૂરી વાતો
- LICનો ઇશ્યૂ શરૂ થવાની આશા: 10 માર્ચ 2022
- LICના ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ થવાની સંભવિત તારીખઃ 14 માર્ચ 2022
- અપેક્ષિત ઇશ્યૂ કિંમત: શેર દીઠ રૂ. 2,000-2,100 રૂપિયા પ્રતિ શેર
- એક લોટમાં 7 જેટલા શેર રાખવાની શક્યતા
- ઈશ્યુનું કદ: 31,62,49,885 શેર
- ડિસ્કાઉન્ટ: કર્મચારીઓ અને પોલિસી ધારકોને 10% ડિસ્કાઉન્ટ મળશે
- પ્રાઇસ બેન્ડની જાહેરાત: 7 માર્ચ 
- એન્કર ઇન્વેસ્ટર્સ એલોટમેન્ટઃ 9 માર્ચ
- કર્મચારીઓ માટે 1.58 કરોડ શેર અનામત છે, જે 1,890 રૂપિયામાં 10%ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થવાની સંભાવના.
- પોલિસીધારકો માટે 3.16 કરોડ શેર અનામત, તે પણ 1,890 રૂપિયામાં ઉપલબ્ધ થવાની શક્યતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube